સુરતમાં સ્કૂલ બસ પર ક્રેન પડતાં મોટી દુર્ઘટના ટળી, 28 લોકોનો આબાદ બચાવ
ઘટના માં 3 શિક્ષકો અને આશરે 25 વિદ્યાર્થીઓ સવાર હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નહીં

સ્કૂલ બસ પર પડી ક્રેન

સ્કૂલ બસ પર પડી ક્રેન
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મંગળવાર સવારના સમયે એક સ્કૂલ બસ પર અચાનક ક્રેન પડી ગઇ. આ ઘટના માં 3 શિક્ષકો અને આશરે 25 વિદ્યાર્થીઓ સવાર હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા નહીં થઈ. ઘટનાની જાણ થતાની સાથે જ પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, હાલમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ દુર્ઘટના ની સીસીટીવી ફૂટેજ હવે સામે આવી છે.
મળતી માહિતી મુજબ, સવારે લગભગ 7 વાગ્યે, રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કૂલ બસ પાર્લે પોઈન્ટ પાસે આસોપાલવ શોરૂમની સામેના રસ્તે જઈ રહી હતી, અને એ સમયે એક ઇસર ટેમ્પો પર લોડ કરેલી ક્રેન પસાર થઈ રહી હતી. ક્રેનના ડ્રાઈવરે ટેમ્પો વચ્ચે અચાનક લીમડાની ડાળી સાથે અથડાઈ, જેના કારણે ક્રેન નીચે પડી ગઈ અને બસના આગળના કાચ સાથે અથડાઈ.
સ્કૂલ બસના ડ્રાઈવરે ઝડપી બ્રેક લગાવીને દુર્ઘટનાને ટાળી દીધી, પરંતુ ક્રેનના પડાવથી બસનો આગળનો કાચ તૂટી ગયો. ગમદે કહીએ તો, આ ઘટનાથી કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થવા પામ્યો. ઘટનાને લીધે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
ઘટનાની વિગતો સામે આવી છે કે, ટેમ્પો ચાલક ક્રેનને પુલ પર છોડીને ભાગી ગયો હતો. બસમાં સવાર બાળકોને બીજી બસ મોકલવામાં આવી અને તાત્કાલિક રીતે શાળાએ પહોંચાડવામાં આવ્યા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.