રાજ્યમાં મેઘ મહેર યથાવતઃ 86 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો
નર્મદાના સાગબારામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં મેઘ મહેર યથાવત

રાજ્યમાં મેઘ મહેર યથાવત
રાજ્યમાં મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર યથાવત છે. શુક્રવારે સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારામાં 4 ઈંચ, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં અઢી ઈંચ, સુરતના ઉમરપાડામાં 2 ઈંચ, વલસાડના પારડી અને વલસાડ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
આગામી 5 ઓક્ટોબરથી ચોમાસાની વિદાય થઈ રહી છે ત્યારે વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 251 તાલુકામાંથી 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 1 મીમીથી લઈને 95 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે.
નર્મદાના સાગબારામાં 4 ઈંચ, ચુડામાં અઢી ઈંચ, સુરતના ઉમરપાડામાં 2 ઈંચ, વલસાડના પારડી અને વલસાડ તાલુકામાં દોઢ ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં દોઢ ઈંચ, સુરેન્દ્રના લીંબડી, વઢવાણ અને સાયલામાં 1-1 ઈંચ, અમરેલીના બાબરા અને બોટાદના રાણપુરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 131 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં 27 સપ્ટેમ્બર સુધીમાં 131 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 137 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 136 ટકા, મધ્ય ગુજરાત ઝોનમાં 127 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 110 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 883 મીમીની તુલનામાં અત્યાર સુધી 1157 મીમી વરસાદ ખાબક્યો છે.
હાલમાં નુકસાનીનો વરસાદ
રાજ્યમાં ખરીફ પાકો તૈયાર થઈ ગયા છે. મોટાભાગના ખરીફ પાકોની લણણી નવરાત્રીમાં અથવા નવરાત્રી બાદ થતી હોય છે. તેવા સમયે હાલમાં થઈ રહેલો વરસાદ કૃષિપાકને નુકસાન કરી રહ્યો છે. જુવાર, બાજરી, બીટી કપાસ, મગફળી, કઠોળ પાક, તલ, તુવેર સહિતના કૃષિપાક તૈયાર થઈ ગયા હોવાથી હાલમાં થઈ રહેલા વરસાદથી ફાયદો થવાના બદલે ખેડૂતોને નુકસાન કરી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?