VADODARA : ભલે કચરો નાંખનારાના ફોટા બતાવો પણ ખાડા કરનારા કોન્ટ્રાક્ટરોના તો....
એલઇડી સ્ક્રીન પર કચરો નાંખનારા તત્વોના ફોટા બતાવાનું શરુ કરાયુ

એલઇડી સ્ક્રીન પર કચરો નાંખનારા તત્વોના ફોટા બતાવાનું શરુ કરાયુ

એલઇડી સ્ક્રીન પર કચરો નાંખનારા તત્વોના ફોટા બતાવાનું શરુ કરાયુ
વડોદરા શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ હવે વધુ એક અસરકારક પગલું ભર્યું છે. શહેરમાં જાહેરમાં કચરો ફેંકનારા તત્વોને સબક શીખવાડવા માટે વિવિધ વિસ્તારોમાં મૂકાયેલી 33 એલઈડી સ્ક્રીન પર એવા લોકોના ફોટા અને તેમના વાહનના નંબર બતાવવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. તે જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવી રહ્યા છે. જો કે લોકોનું તો એવું પણ માનવું છે કે રસ્તા પર પડેલા ખાડા માટે જવાબદાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પણ તે રસ્તા પર ફોટા લગાવાય જે રસ્તા પર ખાડા પડી રહ્યા છે.
આમ તો આ પહેલની પાછળનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોને જાગૃત અને જવાબદાર બનાવવાનો છે. પાલિકા દ્વારા સ્થાપિત 1800થી વધુ CCTV કેમેરા મારફતે કચરો ફેંકનારાઓની ઓળખ કરી રહી છે. પછી આ માહિતી IT વિભાગ દ્વારા વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચે છે, જ્યાંથી દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે.
એક મહિનામાં લગભગ 170 લોકો કેમેરામાં કચરો નાખતાં પકડાયા છે અને તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. છતાંયે, એવા તત્વો માટે એ વાત સમજવી જરૂરી છે કે જાહેરમાં ગંદકી ફેલાવવી માત્ર સમાજના આરોગ્ય માટે નુકસાનકારક નથી, પણ તે શહેરની છબી પણ બગાડે છે. પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે, છતાં કેટલાક લોકો યોગ્ય જગ્યાએ કચરો ન નાખી, જાહેરમાં ગંદકી ફેલાવે છે.
આ પણ વાંચો--- આવતીકાલે બધુ બંધ થઇ જશે..ફટાફટ પતાવી દેજો આજે તમામ કામ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!