રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીના અંતિમ યાત્રાનો રૂટ જાહેર, 'નો પાર્કિંગ-નો એન્ટ્રી'નો અમલ
નિવાસસ્થાનથી રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

નિવાસસ્થાનથી રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

નિવાસસ્થાનથી રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રા નિકળશે અને અંતિમયાત્રાના રૂટ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સમગ્ર રુટ પર ‘નો પાર્કિંગ અને નો એન્ટ્રી’ રહેશે અને નિર્મલા રોડથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા રહેશે.
તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવ્યું :
અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપૂત્ર વિજયભાઈ રૂપાણીનું દુખદ નિધન થતા સૌ કોઈ સોકાતુર છે. ત્યારે તેમના ડીએનએ મેચ થયા પછી પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે અહીં તેમના નિવાસસ્થાનથી રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવાના હોવાથી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે.પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેમના રૂટ ઉપરના તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવ્યું છે.
અંતિમયાત્રાના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલ કરવામાં આવશે :
રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશર મહેન્દ્ર બગડિયાએ પ્રસિદ્ધ કરેલા જાહેર નામું બહાર પાડ્યું છે. કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગામી સમયમાં અંતિમયાત્રા યોજાનાર હોવાથી જેમાં શહેર તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો,રાજકીય અગ્રણીઓ,જાહેર જનતા જોડાવનાર હોવાથી તેમના નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક,કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર,મહિલા કોલેજ અન્ડરબ્રીજ,એસ્ટ્રોન ચોક,ડોક્ટર દસ્તુર માર્ગ,યાજ્ઞિક રોડ,માલવિયા ચોક,ત્રિકોણ બાગ, ઢેબર ચોક,કોર્પોરેશન ચોક,સાંગણવા ચોક,ભુપેન્દ્ર રોડ,પેલેસ રોડ ટી પોઈન્ટ,કોઠારિયા પોલીસ ચોકી,ગરુડ ગરબી ચોકથી રામનાથપરા સુધી,પાંજરાપોળથી રામનાથપરા અને ગઢની રાંગ ભીચરી નાકા તરફથી રામનાથપરા સ્મશાનગૃહ સુધી તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે જયારે અંતિમયાત્રા નીકળશે તેના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!