Kutch : 10 થી 12 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન
ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદે ધરતી પર વિનાશ વેર્યો

ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદે ધરતી પર વિનાશ વેર્યો

ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદે ધરતી પર વિનાશ વેર્યો
ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદે ધરતી પર વિનાશ વેર્યો છે. ખાસ કરીને ડાકડાઈ સીમ વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ પડેલા 10 થી 12 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોને મોટું નુકશાન થયું છે. ખેતરોમાં ખારેક, મગફળી અને આંબાના ઝાડને નુકશાન થયું છે, તેમજ જમીનનું ગંભીર ધોવાણ થયું છે.
વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલા બંધ તૂટી જતા, આસપાસના તમામ ખેતરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં જવાના રસ્તા ધોવાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. ખેતરોમાં ઉભેલા પાક નष्ट થયો છે, જેથી ખેડૂતો હવે અસહાય અનુભવી રહ્યા છે.
આ વિસ્તારોના ખેડૂતોએ જણાવ્યું કે, “અમે અમારા જીવનમાં આવું ક્યારેય જોયુ નથી આખી મગફળી, ખારેક અને આંબાની ખેતી તણાઈ ગઈ. પાણીનો આટલો પ્રવાહ પહેલા ક્યારેય અનુભવાયો નહોતો.” ઘણા ખેડૂતો માટે આ પાક વર્ષનું મુખ્ય આવક સ્રોત હતું.
વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ, અત્યારે સુધી તંત્રના અધિકારી સ્થળ પર આવ્યા નથી. ખેડૂતો તરફથી તલાટી, ગ્રામ સેવક અને કલેક્ટર કચેરી સુધી લેખિત રજુઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી ન તો કોઈ સર્વે શરૂ થયો છે અને ન તો વળતર અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે.
ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ છે – "અમે તાત્કાલિક સહાય જોઈએ છીએ. સર્વે કાર્ય તરત શરૂ થવું જોઈએ અને વળતર ઉપલબ્ધ કરાવવાં જોઈએ." અહીંના ખેડૂતો માટે આ ઘટના માત્ર વરસાદ નહીં, પણ આજીવિકા પર સીધી આફત બની છે.
આ પણ વાંચો---
Vadodara: બે સ્કૂલને બોમ્બની ધમકીથી અફરાતફરી, પોલીસ લાગી તપાસમાં
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!