કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે બન્યું હોટ ફેવરીટ ડેસ્ટીનેશન
આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1.66 લાખ પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી

કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે બન્યું હોટ ફેવરીટ ડેસ્ટીનેશન

કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે બન્યું હોટ ફેવરીટ ડેસ્ટીનેશન
કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. દર વર્ષે લાખો સહેલાણીયો સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1.66 લાખ પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી છે જેના કારણે તંત્રને કરોડોની આવક થઈ છે .
દરવર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે . રણોત્સવ પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદરણની મજા માણી રહ્યા છે. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1,66,892 પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી છે, જેના કારણે તંત્રને 1.96 કરોડની આવક થઈ છે.
આ વર્ષે રણોત્સવ વિસ્તારને નો પ્લાસ્ટિક જોન જાહેર કર્યો છે. અહિયાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સફેદરણમાં સફાઇ માટે ભાર મૂકવામાં આવ્યો છે. કચરાના વ્યવસ્થિત નિકાલ માટે વ્યવસ્થા ઉઠી કરવામાં આવી છે . પ્રવાસીઓની સુખાકારી માટે પાંચ નવા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓપન હોપઓફ સર્વિસ ચાલુ કરવામાં આવી છે. રણોત્સવના રંગો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. લાખો પ્રવાસીઓ સફેદરણ અને ટેન્ટસીટીની મુલાકાત કરી અલગ અનુભૂતિ કરી રહ્યા છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.