ખીજડિયા બન્યું પક્ષીપ્રેમીઓનું મનપસંદ સ્થળ
વાઇબ્રન્ટ ગુજરાત VGRC 2026: ખીજડિયા અભયારણ્ય બનશે આકર્ષણનું કેન્દ્ર

ખીજડિયા બન્યું પક્ષીપ્રેમીઓનું મનપસંદ સ્થળ

ખીજડિયા બન્યું પક્ષીપ્રેમીઓનું મનપસંદ સ્થળ
ગુજરાતના ઇકો-ટુરિઝમ નકશા પર જામનગરનું ખીજડિયા પક્ષી અભયારણ્ય એક તેજસ્વી સિતારાની જેમ ઉભરી આવ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન અહીં રેકોર્ડબ્રેક 52,400થી વધુ મુલાકાતીઓની નોંધણી થઈ છે, જે રાજ્યની પર્યાવરણીય પ્રવાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો આપે છે.
આગામી 10 થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)માં ખીજડિયા ગુજરાતની 'ઇકોલોજીકલ શ્રેષ્ઠતા'ના જીવંત મોડેલ તરીકે રજૂ કરવામાં આવશે.
કુદરતનો અનોખો સંગમ અને વધતી પ્રજાતિઓ 600 હેક્ટરમાં ફેલાયેલું આ અભયારણ્ય મીઠા અને ખારા પાણીના દુર્લભ સંગમ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. વન વિભાગના આંકડા અનુસાર, અહીં પક્ષીઓની પ્રજાતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
વર્ષ 2023-24માં પક્ષીઓની 317 પ્રજાતિઓ નોંધાઈ હતી, જે 2024-25માં વધીને 332 થઈ છે. આ વૃદ્ધિ ખીજડિયાની સમૃદ્ધ થતી જૈવવિવિધતા અને સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે.
વૈશ્વિક માન્યતા અને આધુનિક સુવિધાઓ વર્ષ 2022માં 'રામસર સાઇટ' તરીકે આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ ખીજડિયા વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમક્યું છે. રાજ્ય સરકારે અહીં પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે આધુનિક સુવિધાઓનો વિકાસ કર્યો છે. પ્રવાસીઓ માટે વોચ ટાવર, વન-કુટીરો, પક્ષી નિરીક્ષણ પ્લેટફોર્મ અને અર્થઘટન કેન્દ્ર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીંનો સેલ્ફી પોઇન્ટ અને માહિતીસભર સાઇનબોર્ડ્સ પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના કેન્દ્રબિંદુ સમાન આ અભયારણ્ય દર્શાવે છે કે આર્થિક પ્રગતિ અને પર્યાવરણીય સંરક્ષણ એકસાથે શક્ય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસન સર્કિટમાં ખીજડિયા એક મહત્વનો આધારસ્તંભ છે. કૃષિ, આબોહવા પરિવર્તન સામેની લડાઈ અને ટકાઉ પ્રવાસનના સમન્વય સાથે ખીજડિયા 'સમૃદ્ધિ સાથે ટકાઉપણું' ના વિઝનને ચરિતાર્થ કરી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?