ખેડા આરોગ્ય વિભાગમાં લાંચકાંડથી તંત્રમાં ખળભળાટ
મહિલા નર્સે બદલી રોકવા 30 હજાર માગ્યા, લાંચ માગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ખેડા જિલ્લા પંચાયત ભવનની ફાઈલ તસવીર

ખેડા જિલ્લા પંચાયત ભવનની ફાઈલ તસવીર
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં મહિલા નર્સે બદલી રોકવા માટે 30 હજાર રૂપિયા આપ્યાનો અને ઉચ્ચ અધિકારી સુધી મામલો જાય તો 50 હજારની માગણી થતી હોવાનો આક્ષેપ કર્યો છે. હિતેષ નામના વ્યક્તિ દ્વારા આ વ્યવહાર થયો હોવાની વિગતો સામે આવી છે.
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં ડૉ. તેજસ પટેલનો વીડિયો વાયરલ થયા બાદ હવે વધુ એક નર્સનો કથિત વીડિયો સામે આવતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક મહિલા નર્સ પોતાની બદલી રોકવા માટે થયેલા નાણાકીય વ્યવહાર વિશે વાત કરતી જોવા મળે છે. નર્સનો આક્ષેપ છે કે તેણે પોતાની બદલી અટકાવવા માટે 30 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઘટનાએ જિલ્લાના સરકારી તંત્રમાં ચાલતી લેતી-દેતીની પ્રક્રિયા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
વીડિયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ કેસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એટલે કે CDHO પાસે જાય તો રકમ વધીને 50 હજાર રૂપિયા થઈ જશે તેવી વાત કરવામાં આવી રહી છે. આ બાબત સૂચવે છે કે ભ્રષ્ટાચારના મૂળ છેક ઉચ્ચ સ્તર સુધી જોડાયેલા હોઈ શકે છે.
વાતચીત દરમિયાન હિતેષ નામના એક વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમને નાણાં સોંપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. સરકારી કચેરીઓમાં વહીવટ ચલાવવા માટે આવા વચેટિયાઓનો ઉપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ આ મામલે તપાસ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) વી. એસ. ધ્રુવેએ સ્પષ્ટતા કરીને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને વિડિયો બનાવનાર કર્મચારી સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. તેમણે જણાવ્યું કે, CHO તેજસ પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. વધુમાં ઉમેર્યું કે તેજસ પટેલ દ્વારા વીડિયો બનાવીને આક્ષેપો કરાયા ત્યારે તે નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું હતું. કર્મચારીના આ વર્તન અને વિભાગની છબી ખરડવા બદલ તેની સામે તપાસના આદેશ અપાયા છે. તપાસમાં જરૂર જણાશે તો તેજસ પટેલ સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરાશે. ગેરશિસ્ત અને ખોટા આક્ષેપો ચલાવી લેવામાં નહીં આવે.
વાયરલ વીડિયોમાં શું છે?
એક મહિલા નર્સનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં મહિલા હેલ્થ વર્કરે ખુલ્લેઆમ જણાવ્યું કે બદલી રોકવા માટે 30 થી 50 હજાર રૂપિયા સુધીનો વહીવટ કરવો પડે છે. મહિલા કર્મચારીએ વીડિયોમાં દાવો કર્યો કે તેને અને હિતેશભાઈ નામના કર્મચારીને બદલી રોકવા 30-30 હજાર આપવાની ફરજ પડી હતી. તેને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે જો સીધા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર પાસે જશો તો 50,000 રૂપિયા ખર્ચવા પડશે. અત્યારે સેટલમેન્ટ કરશો તો 30,000 માં કામ પતી જશે.
મહિલા કર્મચારીએ આક્ષેપ કર્યો છે કે હાજરી રજિસ્ટરમાં સહી ન કરી હોવાનું કારણ આગળ ધરીને તેમને ગેરહાજર બતાવી બદલી કરી નાખવામાં આવી હતી. વંદનાબેન નામના કર્મચારી પાસેથી ગળતેશ્વર ખાતેની બદલીનો ઓર્ડર રદ કરવા માટે 50 હજાર રૂપિયા લેવાયા હોવાનો પણ આરોપ છે. જેથી તેમને નવી જગ્યાએ હાજર થવું ન પડે. એક સાથે અનેક કર્મચારીઓના આક્ષેપો બાદ હવે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ચાલી રહેલા આ કથિત 'બદલી કૌભાંડ'ની તપાસની માંગ ઉઠી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.