Vadodara: કપુરાઈ બ્રિજ બન્યો "બ્લેક સ્પોટ" સતત અકસ્માતોથી જીવલેણ બનતો નેશનલ હાઈવે 48
પાછલા ગણતરીના દિવસોમાં ઘણા બધા અકસ્માત થયા હતા

ટેમ્પોની અડફેટે એક આધેડનું મોત નીપજયું હતું.

ટેમ્પોની અડફેટે એક આધેડનું મોત નીપજયું હતું.
વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર જામ્બુવા જીઈબી કટ,કપુરાઈ બ્રીજ પાસે,એપીએમસી માર્કેટ,દુમાર ચોકડી,રણોલી ચોકડી અને બ્લેક સ્પોટ આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા.કપૂરાઈ ચોકડી પાસે અકસ્માતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાછલા ગણતરીના દિવસોમાં ઘણા બધા અકસ્માત થયા હતા મળતી વિગતો અનુસાર બે દિવસ અગાઉ કપૂરાઈ ચોકડી પાસે રસ્તાની સાઇડમાં પાર્ક કરેલ ટ્રેલરમાં છોટા હાથી ઘૂસી જતાં એકનું મોત નીપજ્યું હતું. જૂન મહિનામાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
એક્ટિવ સવાર દંપતીને આઈસર ટેમ્પોએ અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.ટ્રાફિક વધવાને કારણે અકસ્માતમાં પણ વધારો થતો જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન અનેક જગ્યા પર અકસ્માત થતાં હોય છે. જેમાં સૌથી વધારે જૂન મહિના વધારે અકસ્માત સર્જાયા છે. તેવો જ એક બીજો અકસ્માત કપુરાઈ ચોકડી પાસે પિકઅપ ગાડીએ બે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એકનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
તેજ મહિનામાં તે ચોકડી પાસે ત્રીજો અકસ્માત પણ નોંધાયો હતો.ટેમ્પોની અડફેટે એક આધેડનું મોત નીપજયું હતું. ત્યાર બાદ મે મહિનામાં પણ કપુરાઈ ચોકડી પાસે બ્રીજ પર ટ્રકની અડફેટે આવતા બાઈક સવાર બે યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આમ આ રીતે કપૂરાઈ ચોકડી બ્રીજ પર અનેક અકસ્માતના કિસ્સા બનતા હોય છે. જેના કારણે તેને બ્લેક સ્પોટ તરીકે અકસ્માતનો ગ્રાફ બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!