વડોદરામાં ફરી ગણેશ પંડાલ પાસે કાંકરીચારો
7 દિવસમાં બીજી ઘટના, અસામાજિક તત્વો સામે કડક પગલાંની માંગ
ગણેશ પંડાલ પાસે કાંકરીચારો
ગણેશ પંડાલ પાસે કાંકરીચારો
વડોદરા શહેરમાં ફરી એકવાર કોમી સૌહાર્દ ડહોળવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં ગણેશ પંડાલ પાસે અસામાજિક તત્વો દ્વારા કાંકરીચારો કરવામાં આવ્યો હોવાના અહેવાલોથી સ્થાનિકોમાં તણાવ ફેલાયો છે.
આ ઘટનાની જાણ સિદ્ધિ વિનાયક યુવક મંડળના પ્રમુખ દ્વારા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ DCP અભિષેક ગુપ્તા, ACP અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તરત જ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોમાં સમગ્ર વાત પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 7 દિવસમાં આ બીજીવાર ઘટના બની છે જ્યાં ગણેશ પંડાલમાં અસામાજિક તત્વો દ્વારા શ્રદ્ધાળુઓની આધ્યાત્મિકતા સાથે છેડછાડ કરવામાં આવી હોય. વડોદરા શહેરમાં જ અમુક અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતા અને ધાર્મિક માહોલને દુષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં વધી રહેલા અસામાજિક તત્વો પર રોક લગાવવામાં આવે અને કડકમાં કડક પગલા લેવાય તેવી સ્થાનિકોએ અપીલ પણ કરી છે.
DCP અભિષેક ગુપ્તાનું નિવેદન
DCP અભિષેક ગુપ્તાએ આ મામલે પત્રકારોને જણાવ્યું કે, "અમે સમગ્ર ઘટનાની ખરાઈ કરી રહ્યા છીએ. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કાંકરીચારો થયો છે કે આ માત્ર એક અફવા છે તેની તપાસ કરવા માટે અમે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહ્યા છીએ."
દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર એક સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં બંને સમુદાયના લોકો રહે છે. પોલીસ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ અપ્રિય ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટના પાછળ કોનો હાથ છે અને તેનો ઉદ્દેશ્ય શું હતો તે અંગેની તપાસ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?