સેવન્થ ડે સ્કૂલ મામલો, વેપારીઓ દ્વારા બંધનું એલાન
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે વેપારીઓઓ દ્વારા વિરોધ અને બંધનું એલાન
વેપારીઓ દ્વારા બંધનું એલાન
વેપારીઓ દ્વારા બંધનું એલાન
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ પોલીસની તપાસમાં સ્કૂલના આચાર્ય અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી વિદ્યાર્થીએ સ્કૂલની બહાર બોક્સ કટરના ઘા માર્યા હતા, ત્યારબાદ મૃતક નયન સંતાણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની કે પોલીસને જાણ કરવાની તસ્દી લેવામાં આવી ન હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાના વિરોધમાં અને નયનને ન્યાય અપાવવા માટે, વેપારી સંગઠનો અને જુદા-જુદા સમાજો મેદાનમાં આવ્યા છે.
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સિંધિ સમાજની રેલી અને વિરોધ પછી હવે અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાલુપુર, રાયપુર, સરસપુર, સારંગપુર અને રિલીફ રોડ સહિતના વિસ્તારોના વેપારીઓએ બંધ પાળવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક વેપારી મંડળો અને એસોસિયેશન્સ પણ આ બંધમાં જોડાયા છે, જેના કારણે શનિવારે, 23 ઓગસ્ટના રોજ, અમદાવાદની મોટાભાગની દુકાનો, બજારો, અને બિઝનેસ પાર્ક સંપૂર્ણપણે બંધ રહ્યા હતા.
વેપારીઓ પોસ્ટર અને બેનરો સાથે નયન માટે ન્યાયની માંગ સાથે ધરણા પર પણ બેઠા હતા. કોટ વિસ્તારમાં આવેલી તમામ માર્કેટ શાંતિપૂર્વક બંધ જોવા મળી હતી. આ બંધને પગલે શહેરના માધુપુરા વિસ્તારની સિંધિ માર્કેટ, અનાજ બજાર અને ચોખા બજાર પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ નયનની હત્યાને સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા" ગણાવી હતી. તેમણે કહ્યું કે, સરકાર જો હત્યારાઓને તેમની ઓકાત નહીં બતાવે, તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાત બતાવશે. આ ઉપરાંત, ભાજપ નેતા પાયલ કુકરાનીએ પરિવારને આશ્વાસન આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર આ પરિવારની સાથે છે અને હત્યારાને પુખ્ત વયના ગુનેગારને મળતી સજા મળે તેવો પૂરેપૂરો પ્રયાસ કરાશે.
સ્કૂલ પ્રશાસનની બેદરકારી માફીને લાયક નથી. નયનના પિતાએ પણ ભાવુક થઈને કહ્યું કે, નયન મારો જ નહિ પણ દેશનો દીકરો હતો. આ ઘટનાથી સર્જાયેલા આક્રોશ વચ્ચે મહામંડલેશ્વર ઇશ્વરી નંદ ગિરિએ રાજસ્થાનથી આવીને તલવાર કાઢી અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા માટે આહવાન કર્યું હતું.
આ ચકચારભર્યા કેસમાં ખોખરા પોલીસે આરોપી કિશોરની ધરપકડ કરી હતી અને તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કર્યો હતો. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો છે. આ કેસમાં પોલીસનું અભેદ સુરક્ષા કવચ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની આસપાસ તહેનાત કરવામાં આવ્યું હતું. પોલીસ અને અન્ય સંગઠનો નયનને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.