સંજય કોરડીયાને ધમકાવાવનો મામલો, 2 ની કરાઈ ધરપકડ
રોનક ઠાકુર નામના શખ્સે MLA પાસે 30 લાખની ખંડણી આંગડિયા મારફતે અમદાવાદ મોકલવાની કરી માંગ

સંજય કોરડીયા

સંજય કોરડીયા
ગુજરાત પોલીસ દ્વારા એક એવા કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે, પરંતુ આ સમગ્ર પ્રકરણનો મુખ્ય સૂત્રધાર આફ્રિકાના કૉંગો (Congo) દેશમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ વચ્ચેનું કનેક્શન શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે આ કેસમાં અમદાવાદમાંથી રૌનક ઠાકોર નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાંથી જ્હોન બલોચને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી સમીર બલોચ હાલમાં કૉંગોમાં વસવાટ કરી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, આ સમીર બલોચ મૂળરૂપે ગીર સોમનાથ જિલ્લાના ચિત્રવડ ગામનો રહેવાસી છે.
પોલીસ હવે કૉંગોમાં રહેલા સમીર બલોચને ભારત લાવવાના પ્રયાસો કરી રહી છે. આ ત્રણેય આરોપીઓ — રૌનક ઠાકોર, જ્હોન બલોચ અને સમીર બલોચ — વચ્ચે કોઈ મોટું કનેક્શન છે કે કેમ, તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
શું હતો સમગ્ર મામલો:
જૂનાગઢના રાજકારણમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં જૂનાગઢના MLA અને ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી સાથે તેમની પાસેથી મોટી રકમની ખંડણી પણ માંગવામાં આવી છે. આ અંગેની ફરિયાદ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અને પોલીસે તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
વોટ્સએપ મેસેજ દ્વારા આ આપી ધમકી
મળેલી માહિતી મુજબ, જૂનાગઢના MLA સંજય કોરડીયાને 'રોનક ઠાકુર' નામના એક અજાણ્યા શખ્સે વોટ્સએપ મેસેજ દ્વારા આ ધમકી આપી હતી. મેસેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, જો ધારાસભ્ય જીવતા રહેવા માંગતા હોય તો તેમણે 30 લાખની રકમ આંગડિયા મારફતે અમદાવાદ ખાતે મોકલાવવી પડશે. આ ઉપરાંત, વોટ્સએપ મેસેજમાં અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે ધમકી આપનાર વ્યક્તિનો ઈરાદો ખૂબ જ ગંભીર હતો.
પોલીસે 'રોનક ઠાકુર' વિરુદ્ધ ગુનો નોંધ્યો
ધારાસભ્ય સંજય કોરડીયા એ ધમકી મળ્યા બાદ તરત જ કોઈ પણ રૂપિયા મોકલ્યા વગર કે બીજો કોઈ સંપર્ક થાય તે પહેલાં જ જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરાવી હતી. પોલીસે ધારાસભ્ય સંજય કોરડીયાની ફરિયાદના આધારે 'રોનક ઠાકુર' નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, હજી સુધી આ ધમકી આપનાર રોનક ઠાકુર પોલીસના હાથે ઝડપાયો નથી.
અંગત અદાવતમાં ધમકી આપવામાં આવી
પોલીસની પ્રાથમિક તપાસમાં એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, આ શખ્સે કયા કારણોસર MLA પાસે ખંડણીની માંગણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકી અંગત અદાવતમાં આપવામાં આવી છે કે પછી કોઈના કહેવાથી આ શખ્સે આ કૃત્ય કર્યું છે, તે તમામ દિશાઓમાં જૂનાગઢ પોલીસની તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!