જાટ કેસ: આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂરો
નાર્કો ટેસ્ટ બાદ નવા ખુલાસાની સંભાવના; SIT 15 ડિસેમ્બરે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે

4 દિવસમાં આવશે FSL રિપોર્ટ

4 દિવસમાં આવશે FSL રિપોર્ટ
ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મૃતક રાજકુમારના પરિવારે જેને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા (ગણેશ ગોંડલ) સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, તે ગણેશ ગોંડલનો ગાંધીનગર FSL ખાતે નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે.
કોર્ટમાં ગણેશ જાડેજાએ પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતી આપી હતી, જેના આધારે કોર્ટે આ હુકમ કર્યો હતો. મેડિકલ તપાસ બાદ તબીબો અને અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
નાર્કો ટેસ્ટનું મહત્ત્વ અને કાયદાકીય પાસું:
જ્યારે પોલીસને શંકા હોય કે આરોપી જૂઠું બોલી રહ્યો છે, ત્યારે નાર્કો ટેસ્ટની માંગણી કરવામાં આવે છે. આ ટેસ્ટમાં જરૂરી દવાઓ આપીને આરોપીને અર્ધબેભાન અવસ્થામાં સવાલો પૂછવામાં આવે છે અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે.
જોકે, નાર્કો ટેસ્ટના પરિણામો કોર્ટમાં સીધા પુરાવા તરીકે સ્વીકાર્ય નથી, પરંતુ જો આ ટેસ્ટમાંથી મળેલી માહિતીના આધારે નવા પુરાવા અથવા કેસને લગતી સામગ્રી મળી આવે, તો તે ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૨૭ હેઠળ કોર્ટમાં સ્વીકાર્ય બની શકે છે. આ ટેસ્ટના પરિણામો હવે કેસમાં નવા ખુલાસા લાવે તેવી શક્યતા છે.
જૂની ઘટના અને SIT રિપોર્ટ:
મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો કે બીજી માર્ચે તેમનો પુત્ર ગણેશ જાડેજા અને તેના માણસો દ્વારા માર મારવામાં આવ્યા બાદ ગૂમ થયો હતો. બાદમાં ૩ માર્ચે મધ્યરાત્રિએ કૂવાડવા નજીક વાહન અડફેટે મૃત્યુ પામેલો યુવક રાજકુમાર હોવાનું સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) માટે હવે આગામી દિવસો મહત્ત્વના છે, કારણ કે SIT ૧૫ ડિસેમ્બરે કેસની તપાસનો પ્રગતિ અહેવાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. નાર્કો ટેસ્ટ બાદ SITના રિપોર્ટમાં શું ખુલાસા થાય છે, તેના પર સમગ્ર રાજ્યની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?