જામનગર:હોસ્પિટલમાં કેન્સરના દર્દી પર શ્વાનનો હુમલો
જી.જી. હોસ્પિટલમાં સારવાર બાદ બહાર નીકળતા વૃદ્ધ પર હુમલો- હાથ લોહીલુહાણ થતા હડકંપ

હોસ્પિટલમાં કેન્સરના દર્દી પર શ્વાનનો હુમલો

હોસ્પિટલમાં કેન્સરના દર્દી પર શ્વાનનો હુમલો
દેશભરમાં રખડતા કૂતરાના આતંકના સમાચારમાં એકંદરે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ જેમાં જામનગરથી સમાચાર સામે આવ્યા છે કે શ્વાનનો આતંક ઉભો રહેવાનો નામ લઇ નથી રહ્યો. એક વૃદ્ધને શ્વાને બચકું ભરી લોહી લુહાણ કરી દીધા છે.
શ્યામભાઈ, જે શહેરના રણજીતનગર વિસ્તારમાં રહે છે તેમની માટે તો પડતા પર પાટું જેવી સ્થિતિ ઉભી થઇ છે. વાસ્તવમાં તો શ્યામભાઈ મોઢાના કેન્સરના દર્દી છે અને તેની સારવાર અર્થે શહેરની જી જી હોસ્પિટલમાં ગયા હતા. સારવાર લઇ બહાર નીકળતા સમયે જ કુતરું સામેની તરફથી આવીને ઘનશ્યામભાઈના હાથે બચકું ભરી લીધું હતું. હુમલો એટલો અચાનક હતો કે તેમને ખબર પણ ન પડી કે શું થઇ ગયું.
જોતજોતામાં હાથમાંથી લોહી નીકળતા આસપાસના લોકોનું ધ્યાન ગયું અને તે જોઈ હાજર દર્દીઓ, સગા સંબંધીઓ અને સ્ટાફ ભયમાં મુકાયો અને શ્વાનને હોસ્પિટલની આગળની જગ્યા પરથી દુર ખસેડવાનો પ્રયાસ કરવા લાગ્યો.
વૃદ્ધને હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તુરંત જ ઘરે ફોન કરી તેમના પરિવારજનોને પણ જાણ કરાઈ. હેબતાઈ ગયેલા શ્યામભાઈને હાથમાં લોહી નીકળેલું હોવાથી ડ્રેસિંગ કરી જરૂરી દવાઓ પણ આપવામાં આવી. આ બનાવ બાદ દર્દી ગભરાઈ ગયા હતા.
હોસ્પિટલમાં આ પ્રકારના હુમલા થવા એ આશ્ચર્યજનક બાબત છે. આ પ્રકારના હુમલા હોસ્પિટલના મેનેજમેન્ટ ઉપર ગંભીર સવાલો ઉભા કરે છે અને દર્દીઓના તથા સગાંને મળતી અસુરક્ષિતતા દર્શાવે છે. તંત્રએ હોસ્પિટલની સિક્યુરીટી વધારી પશુઓથી થતાં હુમલાના કારણે તે સમયે હાજ સીક્યુરીટી સામે નોટિસ પણ ફટકારવામાં આવી છે.
રાજ્યમાં વધતા રખડતા કૂતરાના આતંક દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને લોકોમાં ચિંતાનો વિષય બની રહ્યા છે. હમણાં 3 દિવસ અગાઉ પણ સુરતમાં 4 વર્ષના માસૂમ બાળક પર પણ શ્વાનનો જીવલેણ હુમલો હુમલો થયો હતો અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી,
તે અહીં વાંચો: https://www.benefitnews24.com/gujarati/gujarat/4-year-old-child-fatally-attacked-by-pack-of-dogs/23033
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?