જાફરાબાદ જૂથ અથડામણ: હોસ્પિટલમાં હુમલો, 5 ઘાયલ
હોસ્પિટલના પટાવાળા,વકીલ સહિત 5 લોકો પર હુમલો કર્યો

આ ઘટના મામલે રાજુલા પોલીસે તપાસ શરુ કરી

આ ઘટના મામલે રાજુલા પોલીસે તપાસ શરુ કરી
રાજ્યમાં અનેક જગ્યા લૂંટ,મારામારી,હત્યા,ચોરી,દુષ્કમ જેવી ઘટના સામે આવતી હોય છે. જ્યારે અમરેલીના જાફરાબાદમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. બે જૂથ વચ્ચેની બબાલમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજુલા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે એક જૂથના 10થી વધારે લોકો હોસ્પીટલમાં ઘુસીને ઘાયલ લોકો અને હોસ્પિટલના પટાવાળા,વકીલ સહીત 5 લોકો પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાફરાબાદમાં બે જૂથ વચ્ચે મારામારી :
માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ત્યાર બાદ એક જૂથના લોકોને સારવાર અર્થે રાજુલા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામેના જૂથના લોકો 10થી વધુ વ્યક્તિઓ લાકડીઓ ધોકા લઈને રાજુલા સિવિલ હોસ્પીટલમાં ઘુસીને હુમલો કર્યો હતો. ત્યાર બાદ સારવાર માટે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલના પટાવાળા,1 વકીલ સહીત 5 લોકો પર હુમલો કર્યો હતો.
વકીલ અરવિંદ ખુમાણ પર હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ધોકા અને લાકડી વડે અજાણ્યા વ્યક્તિ પર હુમલો કર્યો હતો.હોસ્પીટલમાં લાકડી- ધોકા વડે ધમાલ મચાવીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના cctv માં કેદ થઈ હતી. આ ઘટના મામલે રાજુલા પોલીસે તપાસ શરુ કરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!