ઇસ્કોનના પૂજારીઓ મારી પુત્રીને ડ્રગ્સ આપે છે..હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પ્સ
નિવૃત્ત આર્મી મેનની પુત્રી પૂજારી સાથે ભાગી ગઇ હોવાનો અરજીમાં ગંભીર આરોપ

ઇસ્કોનના પૂજારીઓ મારી પુત્રીને ડ્રગ્સ આપે છે..હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પ્સ

ઇસ્કોનના પૂજારીઓ મારી પુત્રીને ડ્રગ્સ આપે છે..હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પ્સ
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા જાણીતા ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર બ્રેઇન વોશ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. નિવૃત્ત આર્મી મેને ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેની પુત્રીને જાનનું જોખમ છે અને તેને નિયમીત રુપે ડ્રગ્સ આપવામાં આવે છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર અને સોલા પોલીસ મથકના પીઆઇને નોટિસ પાઠવી છે. આ સાથે ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ નરસૈયદ દેશવાની, સુંદર મામા, પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુનિ ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકતિા સિંધી, હરિશંકારદાસ મહારાજ, અક્ષયતિથી કુમારી, મોહિત પ્રભઉજી મહારાજ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ જાહેર કરી છે.
નિવૃત્ત આર્મી મેને કરેલી અરજીમાં જણાવ્યું છે તે તેમની પુત્રી એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં નિયમીત રીતે પૂજા અને દર્શન ભક્તિ કરવા માટે જતી હતી ત્યારે આ પૂજારીઓના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ ઇસ્કોનના પૂજારીઓએ તેમની પુત્રીનું બ્રેઇન વોશ કર્યું હતું અને તેમની પુત્રીને તેમના પ્રભાવમાં લઇ લીધી હતી જેથી તેમની પુત્રી તેમના ઘેરથી 23 તોલા સોનુ અને 3.62 લાખ રોકડા લઇને મંદિરના જ એક પૂજારી સાથે ભાગી ગઇ હતી.
યુવતીના પિતાએ ગંભીર આરોપ લગાવ્યો કે તેમની પુત્રી પૂજારીઓની કસ્ટડીમાં છે અને તેને નિયમીત રીતે ડ્રગ્સ અને ગાંજો આપવામાં આવી રહ્યો છે. જેથી તેમની પુત્રીના જીવનું જોખમ છે. તેમની પુત્રી વિશે વારંવાર તેમણે સત્તાવાળાઓને રજૂઆતો કરી છે પણ પોલીસ દ્વારા તેમની પુત્રીને શોધવાના કોઇ પ્રયાસો કરાયા નથી અને તેમની પુત્રીની કોઇ ભાળ મળી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.