અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ
SMCના વડા નિર્લિપ્ત રાય લેટર કાંડની ફરિયાદ અને યુવતીના સરઘસ અંગે તપાસ કરશે

અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ

અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડમાં ધરપકડ કરાયા બાદ પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવતાં પાટીદાર નેતાઓ ન્યાય અપાવવા મેદાનમાં આવ્યા છે. સુરતમાં કોંગી નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત કરાઈ હતી. રાજ્ય સરકારે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. આ સમગ્ર કેસની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરશે. લેટર કાંડ, લેટર કાંડની ફરિયાદ, પાટીદાર યુવતીની ધરપકડ અને તેના સરઘસ કાંડ અંગે નિર્લિપ્ત રાય તપાસ કરશે.
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામ વાળો નકલી લેટર હેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ લેટર હેડ વાયરલ કરવા મામલે કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ ધરપકડ પાટીદારની યુવતી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢતાં વિવાદ વકર્યો હતો. આ સરઘસને લઈ પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીને સમર્થન જાહેર કરી ન્યાયની માંગ કરી હતી.
પાયલ ગોટીને જામીન મળતાં જેલમાંથી બહાર આવી તેણીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસે પટ્ટા માર્યા હોવાનો આક્ષેપ કરતાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ડીવાયએસપી એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો એસઆઈટીમાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ધરણાં કરી અમરેલી શહેર બંધનું એલાન આપ્યુ હતુ. ત્યારબાદ આજે સુરતમાં ધરણાના કાર્યક્રમ અગાઉ સુરત પોલીસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટર હેડ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટર હેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વેકરિયાના સમર્થકોએ ગાંધીનગર સુધી રજૂઆત કરતાં મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. એલસીબી સહિતની ટીમોએ તપાસ કરતાં ધારાસભ્યને બદનામ કરવાનું ષડયંત્ર ભાજપના પૂર્વ હોદ્દેદારો અને પાટીદાર દીકરી પાયલ ગોટી સહિત 4ની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ પાયલ ગોટીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ પાટીદાર યુવતીને જામીન મળતાં જેલ મુક્ત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલી એસપીએ લેટરકાંડ અને સરઘસ કાંડ મામલે એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસકર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.