અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો પ્રારંભ
ગુજરાતના 417, અન્ય રાજ્યોના 52 તેમજ વિદેશી 143 પતંગબાજોએ ભાગ લીધો

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ તિરંગા બલૂનને આકાશમાં ઉડાડી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે 11 દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર વોકલ અભિયાનથી પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓના કારણે મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયાં હતા.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ થાય છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025ની વિગતવાર માહિતી આપતા પ્રવાસન મંત્રી મુળૂ બેરાએ કહ્યું હતું કે, 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે, ૧૩ જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરાયું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 52 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી 11 શહેરોમાંથી 417 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનીયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગેરી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયેલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લીથુઆનિયા, માલ્ટા, મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વિયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.