ઇન્સ્ટાથી ઇન્સ્ટન્ટ પ્રેમ, 5માં ધોરણની બાળકી પ્રેમી સાથે ભાગી ગઇ
હવે માતા-પિતાએ પણ નાની ઉંમરે બાળકોને સોશઇયલ મીડિયાના ઉપયોગ કરવા બાબતે ગંભીરતાથી વિચારવું જરુરી બની ગયું છે

ઇન્સ્ટાથી ઇન્સ્ટન્ટ પ્રેમ, 5માં ધોરણની બાળકી પ્રેમી સાથે ભાગી ગઇ

ઇન્સ્ટાથી ઇન્સ્ટન્ટ પ્રેમ, 5માં ધોરણની બાળકી પ્રેમી સાથે ભાગી ગઇ
અરવલ્લીના ધનસુરામાં સોશિયલ મીડિયાની લાલબત્તી ચીંધતી ગંભીર આડઅસરનો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં સોશિયલ મીડિયાથી પ્રેમ પાંગરતા 10 વર્ષના 2 બાળકો ઘર છોડીને ભાગી ગયા હતા. જો કે પોલીસે બંનેને શોધી કાઢ્યા છે પણ ઇન્સ્ટાગ્રામનો વ્યાપક ઉપયોગ કેટલો ખતરનાક બની શકે છે તે આ કિસ્સામાં જોવા મળ્યું છે.
અરવલ્લીના ધનસુરા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં આ કિસ્સો બન્યો છે. આ કિસ્સામાં ધોરણ 5માં ભણતી 10માં ધોરણની વિદ્યાર્થિની ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની જ વયના સગીર કિશોરના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે વાતો શરુ થઇ હતી અને બંને મળવા લાગ્યા હતા અને આખરે બને છે તેમ ફિલ્મોની અસરમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
બંને સગીર પ્રેમી પંખીડા ગત 31 મી ડિસેમ્બરે આખરે ઘર છોડીને ભાગી ગયા હતા. કિશોરીના પિતાએ પુત્રીની શોધખોળ કરી પણ ભાળ ના મળી એટલે પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગંભીરતા દાખવીને સઘન શોધખોળ શરુ કરી હતી.
આખરે બાળકી અને સગીર કિશોર મળી આવ્યા હતા.તેમની પૂછપરછમાં સામે આવ્યું કે શ્રણજીવી પરિવારની આ બાળકી ઇન્સ્ટાગ્રામ થકી એક કિશોરના સંપર્કમાં આવી હતી . આ કિશોર પણ નજીકના ગામનો હોવાથી બંને વધુ નજીક આવ્યા હતા અને મેસેજ દ્વારા સતત સંપર્કમાં રહેતા હતા.ત્યારબાદ સગીર પ્રેમી બાળકીને લઇને જતો રહ્યો હતો.
હવે માતા-પિતાએ પણ નાની ઉંમરે બાળકોને સોશઇયલ મીડિયાના ઉપયોગ કરવા બાબતે ગંભીરતાથી વિચારવું જરુરી બની ગયું છે. હવે બાળકો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ બન્યા છે ત્યારે તે સોશિયલ મીડિયામાં શું એક્ટિવીટી કરે છે તે જોવાની ફજ પણ મા બાપની છે.
સોશિયલ મીડિયાના ફાયદાની સાથે જ તેના અમુક નુકસાન પણ છે. પણ હવે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની મંજૂરી લેવી પડશે. ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે વ્યક્તિગત ડિજિટલ ડેટા સંરક્ષણ અધિનિયમ નિયમો માટે ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યા છે. તેને લઈને 18 ફેબ્રુઆરી સુધી આવતા વાંધા-અરજીઓના આધાર પર બેઠકમાં ફેરફાર કરવામાં આવશે. અન્યથા તેને જાહેર કરી દેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.