ભારતનું સૌથી અમીર ગામ ગુજરાતનું છે, ક્યું છે જાણો
આણંદના ધર્મજ ગામના 3 હજાર પરિવારો વિદેશમાં કરે છે વસવાટ, 1 હજાર કરોડથી વધુની સંપત્તિ

ધર્મજ ગામ

ધર્મજ ગામ
આણંદ જિલ્લામાં આવેલા ધર્મજ ગામને ‘NRI ગામ’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના સૌથી અમીર ગામ ગણવામાં આવે છે. સ્વચ્છ રસ્તાઓ, લક્ઝરી કારો અને 1 હજાર કરોડથી વધુની સંપતિ ગામની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે.
આપણે ગામડાઓની વાત કરીએ છીએ ત્યારે મનમાં ખરાબ રસ્તાઓ, ગંદકી અને સ્થળાંતરનું ચિત્ર ઉપસી આવે છે. પરંતુ આણંદ જિલ્લાનું ધર્મજ ગામ બધી માન્યતાઓને તોડી નાખે છે. ‘NRI ગામ’ તરીકે ઓળખાતા ધર્મજની સ્વચ્છ રસ્તાઓ, લક્ઝરી કાર અને 1 હજાર કરોડથી વધુની સંપત્તિ સાથે ભારતના સૌથી સમૃદ્ધ ગામોમાં ગણના થાય છે. ધર્મજ ગામ ફક્ત આર્થિક સમૃદ્ધિ જ નહી પરંતુ લોકોના વતન પ્રેમને પણ દર્શાવે છે.
ધર્મજની વાર્તા 1895થી શરૂ થાય છે. જ્યારે જોતરામ કાશીરામ પટેલ અને ચતુરભાઈ પટેલ આફ્રિકા ગયા હતા. પ્રભુદાસ પટેલ માન્ચેસ્ટર પહોંચ્યા અને ‘માન્ચેસ્ટરવાલા’ તરીકે ઓળખાયા. ગોવિંદભાઈ પટેલ એડન (આજનું યમન) ગયા અને ત્યાં તમાકુનો વેપાર શરૂ કર્યો. ત્યારબાદ ધર્મજના લોકો આફ્રિકા, બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ફેલાયા.
આજે 1700 પરિવારો બ્રિટનમાં, 800 અમેરિકામાં, 300 કેનેડામાં અને 150 ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં રહે છે. આ NRIઓ પોતાના વતનને ક્યારેય ભૂલ્યા નથી. 2007માં શરૂ થયેલી એક પહેલે વૈશ્વિક નાગરિકોને ગામના વિકાસ માટે એકજૂથ કર્યા હતા.
ધર્મજમાં પગ મૂકતાં જ સ્વચ્છ, પાકા રસ્તાઓ દેખાય છે, જ્યાં કચરો કે ગંદા નાળાનું નામોનિશાન નથી. પંચાયત નિયમિત સફાઈની ખાતરી આપે છે. ગામમાં સૂરજબા પાર્ક છે. જ્યાં સ્વિમિંગ પૂલ, બોટિંગ અને હરિયાળા બગીચાઓ દરેક વયના લોકોને આકર્ષે છે. પશુપાલકો માટે 50 વીઘા જમીન પર આખું વર્ષ હરિયાળું ઘાસ ઉગાડવામાં આવે છે. 1972થી ચાલતી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ ઘણા ભારતીય શહેરો માટે સપનું છે.
ધર્મજની સૌથી મોટી તાકાત તેની આત્મનિર્ભર પંચાયત વ્યવસ્થા છે. અહીં, પંચાયતને ફક્ત સરકારી ભંડોળ પર આધાર રાખવાની જરૂર નથી; તેના બદલે, ગામના NRI વિકાસ પ્રોજેક્ટ્સમાં પોતાના પૈસા રોકાણ કરે છે. પરિણામે, ગામમાં આધુનિક શાળાઓ, હોસ્પિટલો, ઉદ્યાનો, ડ્રેનેજ અને રસ્તાઓ છે. દર વર્ષે, 12 જાન્યુઆરીએ ધર્મજ દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્વભરના NRI તેમના ગામની ઉજવણી કરવા પાછા ફરે છે. આ ઘટના ગામમાં એકતા અને ગૌરવનું પ્રતીક બની ગઈ છે.
ધર્મજને ‘રોકાણકારોનું ગામ’ પણ કહેવાય છે. કારણ કે દુનિયામાં એવો કોઈ દેશ નથી. જ્યાં ધર્મજના લોકો ન રહેતા હોય. વિદેશમાં વસેલા પરિવારોની થાપણોને કારણે ધર્મજ બેંકિંગ ક્ષેત્રે વેપારનું કેન્દ્ર બની ગયું છે. પેટલાદ અને બોરસદ તાલુકાની સરહદે આવેલા ગામમાં આસપાસના ગામડાઓના લેવડ-દેવડ માટે તાલુકા મથકની જરૂરિયાત પૂરી કરે છે. આ ગામ ફક્ત પૈસાનું નહીં પરંતુ લોકોના વતન સાથેના ગાઢ જોડાણની પ્રેરણાદાયી વાર્તા પૂરી પાડે છે.
ધર્મજ ગામ માત્ર 17 હેક્ટરમાં ફેલાયેલું છે. ગામની વસતી 11,333 છે. તે આર્થિક સમૃદ્ધિનું પ્રતિક છે. ગામમાં દરેક પરિવારમાંથી ઓછામાં ઓછાં એક વ્યક્તિ NRI છે. ગામમાં 11 બેંકોની શાખાઓ છે. ગામમાં દેના બેંકની પ્રથમ શાખા 1959માં ખુલી હતી. 1969માં સ્થપાયેલી ગ્રામ સહકારી બેંકના પ્રથમ ચેરમેન એચ.એમ. પટેલ ભારતના નાણામંત્રી બન્યા હતા. ગામના ઘરોના નામ “રોડેશિયા હાઉસ” અને “ફીજી રેસિડન્સ” વિદેશી સંબંધોની વાર્તા કહે છે. કબ્રસ્તાનમાં દાનની તકતીઓ પણ ખાસ છે. જેમાં રકમ શિલિંગ (આફ્રિકન ચલણ) માં લખેલી છે. જે ધર્મજના ઐતિહાસિક સંબંધોની યાદ અપાવે છે.
ધર્મજ ગામ માત્ર 17 હેક્ટરમાં ફેલાયેલા અને 11,333 લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં સરકારી, ખાનગી અને સહકારી બેંકો સહિત 11 બેંક શાખાઓ છે. આ બેંકો ₹1,000 કરોડથી વધુની થાપણો ધરાવે છે, જે ધર્મજને “રોકાણકારોનું ગામ” બનાવે છે. ધર્મજનો પણ ગૌરવપૂર્ણ બેંકિંગ ઇતિહાસ છે. દેના બેંકની પ્રથમ શાખા 1959 માં અહીં ખુલી હતી. 1969 માં, ગ્રામ સહકારી બેંકની સ્થાપના કરવામાં આવી હતી, જેના પ્રથમ પ્રમુખ એચ.એમ. પટેલ હતા. તેઓ પાછળથી ભારતના નાણામંત્રી બન્યા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!