હું તારી સાહેબ છું, બેન બેન કરમાં... કહી મહિલા PI એ TRB જવાન પર જમાવ્યો રોફ
જુનાગઢમાં ટ્રાફિક બ્રિગેડે મહિલા પીઆઈને રોંગમાં આવતા રોકતા મામલો ગરમાયો, લોકોએ ટીઆરબી જવાનની કાર્યનિષ્ઠાના કર્યા વખાણ

મહિલા પોલીસ જમાવ્યો રોફ

મહિલા પોલીસ જમાવ્યો રોફ
ટ્રાફિક નિયમો બધા માટે છે. અધિકારીઓ પણ તેમાંથી બાકાત નથી. જો કોઈ અધિકારી કે સરકારી કર્મચારી આ નિયમ તોડે છે, તે પણ ગુનાને પાત્ર બને છે. આવામાં જૂનાગઢમાં એક પ્રોબેશનરી મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર TRBના જવાન પર રોફ જમાવતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મહિલા પીઆઈ રોંગ સાઈડમાં આવતાં હોવાથી TRB જવાને તેમને રોક્યાં હતાં. જો કે TRB જવાને તેમને નિયમ બતાવતાં જ પીઆઈ મેડમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને પોતાનો પાવર બતાવવા લાગ્યાં.
ટ્રાફિક બ્રિગેડના જવાને જ્યારે નિયમોનું પાલન કરવાની વાત કરી અને જણાવ્યું કે, જનતા શું વિચારશે, ત્યારે મહિલા PIએ કહ્યું કે તેઓ પોલીસ વિભાગમાં છે અને જનતાને માત્ર એટલું જ કહેવાનું કે તેઓ તેમના સાહેબ હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં લોકોએ ટ્રાફિક બ્રિગેડના જવાનોની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી છે. જ્યારે મહિલા PIના વર્તનની ટીકા થઈ રહી છે, કારણ કે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી નાના કર્મચારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો.
ટ્રાફિક બ્રિગેડના જવાને મહિલાને રોકતા મહિલાએ કહ્યું કે, કોણ છે જાડેજા સાહેબ છે કે હુંબલ સાહેબ? ટ્રાફિક બ્રિગેડના જવાને કહ્યું બંને છે. ત્યારે આ મહિલાએ કહ્યું કે, હું બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઇ છું, માપે રહેજે,
જુનાગઢમાં પ્રોબેશન PI કે.આર.સુવાએ પહેલા તો ટ્રાફિક નિયમો તોડ્યા હતા. તેઓએ રોંગ સાઈડ ગાડી હંકારી હતી, જેથી TRB જવાને તેમને રોક્યા હતા. જોકે, વાત અહી અટકી ન હતી, મહિલા પીઆઈએ ટીઆરબી જવાનને પોતાનો પાવર બતાવ્યો હતો. ટ્રાફિક અને કાયદાના ધજાગરા ઉડાવી PI એ ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરી હતી. જે વીડિયોમાં કે.આર.સુવાનો વટ જુઓ તો લાગે કે, કાયાદાની બધી જ કલમો અને ટ્રાફિકના નિયમો તેમનાથી પર છે. તેઓ TRB જવાનને કહે છે કે, ''લોકો પૂછે તો કહી દેવાય કે મારા સાહેબ છે''
ત્યારે ટ્રાફિક બ્રિગેડ જવાન મહિલા પીઆઈને બહેન કહેતા તેને કહ્યું હતું કે, બહેન બોલમાં હું સાહેબ છું. તારી, ખબર પડે છે તને. થોડીવાર બાદ મહિલા પીઆઈએ પોતાનો બેગ કાઢી તેમાંથી તેનું આઈકાર્ડ બતાવી કહ્યું, આ જોઈ લે પહેલા પછી બોલ. ફોટો પાડી લે અને ત્યારબાદ બંને ટ્રાફિક બ્રિગેડના જવાનોના નામ પૂછવા લાગ્યા હતા.
મહિલા પીઆઈએ ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે કરેલી દબંગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે તો આ વીડિયોને લઇ લોકો ટ્રાફિક બ્રિગેડ જવાના ફરજની કામગીરીને બિરદાવી રહ્યા છે.
મહિલા PI: B ડિવિઝનમાંથી સેકન્ડ PI છું બરાબર એટલે માપમાં રહેજો.
TRB: એમ નથી.. માપમાં એટલે એમ નથી માપની કંઈ વાત કરતા.
મહિલા PI: હવે છે ને આરગ્યુમેન્ટ કરો મા બરોબર?
TRB: આરગ્યુમેન્ટ એટલે?
મહિલા PI: હું નામ આપું છું તો તમે મને એમ કેમ કહી શકો કે આમ છે ને તેમ છે?
TRB: અરે અમે બીજું કંઈ નથી કીધું તમે..
મહિલા PI: હવે ભઈ આપણે પોલીસમાં છીએ તો તમે આટલું નથી ચલાવતા?
TRB: પણ પબ્લિક બીજું વિચારે.. એ શું જુએ?
મહિલા PI: પબ્લિકને કહી દેવાનું કે આ સાહેબ હતા. નથી ખબર તમને કે પબ્લિકને કેમ જવાબ આપવો? કે હું કહું ઉપર સાહેબને?
TRB: કરો વાત કરો, તમે કંઈ વાંધો નહીં.
મહિલા PI: હા તો કરવાની જ છું.
TRB: કરો વાત કરો.
TRB: તમે એક બહેન જાઓ એની વાંહે અમારે બીજી લાઈન થાય.
મહિલા PI: બહેન-બહેન બોલ મા.. હું સાહેબ છું તારી. ખબર પડે છે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.