ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભયાનક આગ, ધુમાડાના ગોટેગોટા છવાયા
એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી

એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી

એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી
શુક્રવારે બપોરે ખેડા શહેરના બસ સ્ટેશન નજીક આવેલી પ્લાસ્ટિકના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક કિમી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ એટલી ઝડપી રીતે પ્રસરી હતી કે એક ઝૂંપડું પણ સળગી ગયું પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.
આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ખેડા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, મહેમદાવાદ સહિતના કુલ 8 થી 10 ફાયર બ્રિગેડ યુનિટો અને વોટરબ્રાઉઝરોની મદદ લેવામાં આવી રહી છે. તેમાં ONGC અને ચીરીપાલ કંપની જેવી ખાનગી સંસ્થાઓના ફાયર યુનિટો પણ સામેલ છે. આગને વધુ વિસ્તરે નહીં તે હેતુસર ગોડાઉનની ચારેય બાજુથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
આગની ગંભીરતા જોતા ખેડાના મામલતદાર, પોલીસ ઈન્સ્પેક્ટર, ધારાસભ્ય અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક પાલિકા તેમજ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આગના કારણે આસપાસના લોકોને ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અચાનક આગ લાગતા આસપાસના દુકાનદારો અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકોના ટોળેટોળા આગની ઘટનાની સામે ઉતરી આવ્યા હતા. હાલમાં આગ ભડકી રહી છે અને મોટા આર્થિક નુકશાનની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આગ લાગવાના કારણ વિશે હજી સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી. આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવશે ત્યારબાદ જ નુકશાનનો અંદાજ લગાવવામાં આવશે. તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો-- Ahmedabad: એકા ક્લબમાં દીવાલ તૂટતા નાસભાગ,કોઈ જાનહાનિ નહીં!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!