ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના, 2 ના મોત, 3 ઘાયલ
ગાંધીનગરના રાંદેસણ નજીક કાળ બની કાર, અનેકને કચડ્યા, એક મહિલા સહિત 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

ફરિ એકવાર દેખાયો રફતારનો કહેરા

ફરિ એકવાર દેખાયો રફતારનો કહેરા
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ભયાવહ ઘટના સામે આવતાં સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે, સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેનાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળનું ભયાવહ દ્રશ્ય અને તાત્કાલિક કાર્યવાહીઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર કાર નંબર GJ-18-EE-7887 હોવાનું અને તે હિતેશ પટેલ ના નામે રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર કારચાલક નશામાં ધૂત હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત સમયે ગાડી ચલાવનાર આરોપી હાલમાં તબીબી તપાસ માટે હોસ્પિટલમાં છે. તેના નિવેદનમાં તેણે કહ્યું છે કે તેને વારંવાર છીંક આવી રહી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. લોહીના રિપોર્ટથી ખાતરી થશે કે તે દારૂના નશામાં હતો કે નહીં. તે ગાંધીનગરના અડાલજ નજીકના પોર ગામનો વતની છે. તેની સામે અગાઉ કોઈ કેસ નોંધાયેલ નથી. ઘટના પછી લોકોએ તેને એટલો માર માર્યો કે હવે તે કંઈ બોલી કે સાંભળી શકતો નથી.
મેયર અને SP ના નિવેદનોઆ દુર્ઘટના અંગે ગાંધીનગરના મેયરે જણાવ્યું કે, "ઘટનાની જાણ થતાં જ હું તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હું પહોંચી ત્યાં સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. જોકે, અન્ય બે લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર છે."
ગાંધીનગરના સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) રવિ તેજા ના જણાવ્યા અનુસાર, "પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કારચાલકની ઓળખ હિતેશ પટેલ તરીકે થઈ છે, જે ખુદ આ અકસ્માતગ્રસ્ત કારનો માલિક હતો."
કાયદો અને વ્યવસ્થા પર સવાલોઆ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. નશામાં ધૂત વ્યક્તિ દ્વારા આ રીતે નિર્દોષ લોકોનો ભોગ લેવાય તે અત્યંત ચિંતાજનક બાબત છે. પોલીસ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં ભરવામાં આવે તેવી જનતાની માંગ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને નશાબંધીના કડક અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!