Rajkot : હાઈવે પર ભયાવહ અકસ્માત, ટેન્કર પલટ્યું, ૧૦ ઘાયલ, લોકો તેલ માટે તૂટી પડ્યા!
ધોરાજી-જેતપુર હાઈવે પર ભયાવહ અકસ્માત: ભૂતવડ ચોકડી નજીક ખાદ્યતેલ ભરેલા ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચેની ટક્કર...

ધોરાજી હાઈવે પર દર્દ અને સ્વાર્થનો સંગમ!

ધોરાજી હાઈવે પર દર્દ અને સ્વાર્થનો સંગમ!
ધોરાજી-જેતપુર હાઈવે પર, ભૂતવડ ચોકડી નજીક આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાદ્યતેલ ભરેલા ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે ભયાવહ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 5 મુસાફરોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.
હાઈવે પર તેલ ઢોળાયું, ટ્રાફિક જામ સર્જાયો...
અકસ્માત એટલો ભયાવહ હતો કે, ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું, જેના કારણે હાઈવે પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ ગયું હતું. આને લીધે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર તેલ ઢોળાયેલું હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લોકો તેલ લેવા ઉમટ્યા...
આ દુર્ઘટનામાં એક અજીબ દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. હાઈવે પર ઢોળાયેલું તેલ લેવા માટે આસપાસના લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. લોકો કેન અને બોટલો લઈને તેલ ભરવા માટે પડાપડી કરી રહ્યા હતા, જે એક તરફ અકસ્માતનો ભોગ બનેલા લોકોની પીડા હતી અને બીજી તરફ લોકોનો સ્વાર્થ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
પોલીસ તપાસ શરૂ...
ઘટનાની જાણ થતા જ ધોરાજી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતના કારણો અને જવાબદારી અંગે સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં કોની બેદરકારી હતી અને કોના કારણે આ ભયાવહ અકસ્માત સર્જાયો તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!