આસારામ આશ્રમ જમીન કેસમાં હાઇકોર્ટનો મોટો ચુકાદો
હાઇકોર્ટે અરજી ફગાવી, મોટેરાની 50 હજાર ચો.મી. જમીન સરકારને પરત, સ્પોર્ટ્સ સિટી માર્ગ ખુલ્ય

આસારામ આશ્રમની ફાઈલ તસવીર

આસારામ આશ્રમની ફાઈલ તસવીર
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આસારામ આશ્રમ કેસમાં આસારામને ફટકો પડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય ગૂંચવણ દૂર થઈ છે. સિંગલ જજના હુકમને પડકારતી આશ્રમની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, જેના કારણે 50 હજાર ચોરસ મીટરથી વધુ જમીન રાજ્ય સરકારને પરત મળશે.
ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું કે આસારામ આશ્રમ ટ્રસ્ટ 'આદત મુજબ ગુનો કરનાર' છે. નિયમિત રીતે કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ હોવાના કારણે વચગાળાની રાહત આપવાનો ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો. કડક ટિપ્પણી સાથે હાઇકોર્ટે આશ્રમ તરફથી કરાયેલા તમામ દાવાઓને નામંજૂર કર્યા છે.
સરકારી વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરતા જણાવ્યું કે મોટેરા વિસ્તારમાં આવેલી આશ્રમની જમીન જાહેર હિત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ જમીનનો ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે થવાનો છે, ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવા વૈશ્વિક ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આયોજન કરી રહી છે.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે આશ્રમ દ્વારા કાયદાનો ભંગ કરીને જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સરકારને તે જમીન પર સંપૂર્ણ અધિકાર છે. કોર્ટે તેમની તમામ દલીલોને માન્ય રાખી સરકાર પક્ષે ચુકાદો આપ્યો છે.
આ ચુકાદાના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ અન્ય આધુનિક સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવા માટેનો રસ્તો સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે. આશરે 50 હજાર ચોરસ મીટરથી વધુની કિંમતી જમીન હવે સરકારને પરત મળશે. જેનો ઉપયોગ સ્પોર્ટ્સ સિટી વિકસાવવા માટે કરવામાં આવશે.
આ ચુકાદા સાથે હવે આશ્રમ પર બુલડોઝર ફરવાનો અને જમીન ખાલી કરાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સરકાર જમીનનો કબજો મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
સ્પોર્ટ્સ હબ તરીકે વિકસશે મોટેરા
આ જમીન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ નજીક આવેલી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે આ વિસ્તારને શહેરના ભવિષ્યના 'સ્પોર્ટ્સ હબ' તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકાર માટે આ જમીનનો કબજો કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યના ઓલિમ્પિક આયોજન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં મહત્ત્વની કડી સાબિત થશે.
શરતોનો ભંગ કરી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર
વર્ષો પહેલા ધાર્મિક હેતુ માટે આશ્રમને આશરે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. જોકે, સરકારે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા કે આશ્રમે શરતોનો ભંગ કરીને વાસ્તવિક કબજો 50,000 ચોરસ મીટર સુધી વધારી દીધો હતો. સરકારે GPS અને સેટેલાઇટ મેપિંગ દ્વારા સાબિત કર્યું કે આશ્રમે મોટા પાયે સરકારી અને નદીની જમીન દબાવી દીધી છે.
GPS આધારિત સેટેલાઇટ માપણી રજૂ કરી હતી
આ કેસમાં દાયકાઓ જૂના જમીન રેકોર્ડ્સ, સર્વે શીટ્સ અને નકશાઓ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટરૂમમાં પરંપરાગત પુરાવાઓ અને અદ્યતન ટેકનોલોજીનું મિશ્રણ જોવા મળ્યું હતું. કારણ કે સરકારી સત્તાધિકારીઓએ GPS આધારિત સેટેલાઇટ માપણી રજૂ કરી હતી. જેણે ચોકસાઈ સાથે દર્શાવ્યું હતું કે સમય જતાં કેવી રીતે દબાણ વધ્યું છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.