છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો, માંગરોળમાં સૌથી વધુ 3.5 ઈંચ

છેલ્લા 24 કલાકમાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં વરસાદ
રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી પછી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં ભારે વરસાદ બાદ થોડા દિવસ વિરામ મળ્યો હતો. પરંતુ છેલ્લા 2 દિવસથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો ક્યાંક હળવા છાંટા જોવા મળ્યા હતા.
સૌથી વધુ વરસાદ માંગરોળ નોંધાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ જામનગરના જોડિયા તાલુકામાં 3.1 ઈંચ, વલસાડના વાપી ખાતે 2.4 ઈંચ, કચ્છના ભચાઉમાં 2 ઈંચ, રાજકોટના ગોંડલમાં 1.8 ઈંચ, નવસારીના જલાલપોરમાં 1.7 ઈંચ, સુરત સિટીમાં 1.7 ઈંચ, ભાવનગરના શિહોરમાં 1.6 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 1.6 ઈંચ, અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઓછો વરસાદ નોંધાયેલા તાલુકા
બનાસકાંઠાના ધાનેરા, મોરબીના હળવદ, કચ્છના અબડાસા, સાબરકાંઠાના પ્રાંતિજ, ડાંગના ડાંગ-આહવા, નવસારીના વાંસદા, ભરૂચના આમોદ, છોટાઉદેપુરના જેતપુર પાવી જેવા કેટલાક તાલુકાઓમાં માત્ર ન બરાબર વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે. મોડી રાતથી શહેરના રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા, મોટેરા, જગતપુર, બોપલ, થલતેજ, પ્રહલાદનગર, શીલજ, સરદાર પટેલ રિંગ રોડ, ઈસનપુર, CTM, ઘોડાસર સહિત અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!