12થી 16 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
ગુજરાતમાં 12 થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શકયતા વચ્ચે નાગરિકોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી
અગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ફરી મેઘરાજાની જમાવટ જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10 અને 11 જુલાઈના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 12થી 16 જુલાઈના સમયમાં ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને તેના કારણે સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઉભી થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શકયતા દર્શાવવામાં આવી છે.
10 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
11 જુલાઈના દિવસે પણ ચોમાસાની અસર યથાવત રહેવાની છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, તાપી જેવા વિસ્તારમાં મધ્યમ વરસાદ રહેશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વીજળી પડવાની પણ આગાહી છે. નાગરિકોને તળાવો, નદી નાળાં અને પાણી ભરાયેલા વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના દરરોજના અપડેટ મુજબ, 10 જુલાઈના દિવસે રાજ્યના કુલ 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝરમાં સૌથી વધુ એટલે કે 2.40 ઈંચ અને 2.05 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડામાં 1.57 ઈંચ, નર્મદાના સાગબારામાં 1.46 ઈંચ, જામનગરમાં 1.1 ઈંચ અને મોરબીના વાંકાનેરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગરના વઢવાણ, દસાડા અને મૂળીમાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ થયો છે.
હવે હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, 12થી 16 જુલાઈના સમયગાળા દરમિયાન રાજ્યમાં ફરીથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે. હાલ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ નવા સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. નાગરિકોને ચેતવણી આપી છે કે, તેઓ જરૂરી તકેદારી રાખે અને હવામાન વિભાગના અપડેટ પર નજર રાખે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!