સુરભી ડેરીના નકલી પનીર કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા
પનીરમાં હાનિકારક પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું

નકલી પનીર

નકલી પનીર
સુરતમાં શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીના ગોડાઉનમાં મોટાપાયે નકલી પનીર બનાવવામાં આવતું હોવાનો જાણવા મળ્યું છે. નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આજે વધુ એક સમાચાર સામે આવ્યા છે, કારણ કે સુરભી ડેરીમાં જે પનીર બનાવવામાં આવતું હતું, તેમાં કોઈ સામાન્ય પાઉડર નહિ, પરંતુ અત્યંત હાનિકારક વસ્તુનું મિશ્રણ કરવામાં આવતું હતું, જે લોકોના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. આ ખુલાસાથી સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે.
નકલી પનીર બનાવવાનો ભાંડો ફૂટ્યો
શહેરીજનોના આરોગ્યની સુરક્ષાને લઈને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા દરમિયાન નકલી પનીર બનાવવાનો ભાંડો ફૂટ્યો હતો. અધિકારીઓએ ડેરીમાંથી કુલ 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો અને કૂલ રૂપિયા 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ અને પાલિકા વિભાગ દ્વારા આ નકલી પનીરની બનાવટ પાછળના સ્રોતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. આ શંકાસ્પદ જથ્થાને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad ના દ્વારકેશ ડેરી પ્રોડક્ટસમાંથી 1500 કિલો ભેળસેળયુક્ત પનીર પકડાયું
SOG એ રેડ પાડીને પનીર કૌભાંડનો પર્દાફાશ કર્યો
લેબનો રિપોર્ટ આવતા જ ચોંકાવનારી વિગત સામે આવી કે, સુરભી ડેરીમાં નકલી પનીર બનાવવા માટે ઘીમાં સીધું એસિડ ભેળવવામાં આવતું હતું. આ અત્યંત હાનિકારક પદાર્થનું મિશ્રણ કરીને તૈયાર કરાયેલું નકલી પનીર કેટરર્સ દ્વારા નાની ડેરીઓમાં સસ્તા ભાવે વેચવામાં આવતું હતું. SOG એ રેડ પાડીને આ સમગ્ર પનીર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
ખાદ્ય સુરક્ષાને લઈને શંકાસ્પદ સ્થાનો પર દરોડા
નકલી પનીરનું કૌભાંડ સામે આવ્યા બાદ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આરોપીઓ સામે સખત પગલાં લેવા જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા લાગી છે. સુરત ઉપરાંત, રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષાને લઈને શંકાસ્પદ સ્થાનો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લેબ રિપોર્ટના આધારે હવે સુરભી ડેરી સામે પાલિકા દ્વારા કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?