AMCમાં હેડ ક્લાર્કે કર્યું ભરતી કૌંભાડ, 3 ઉમેદવારોના માર્ક્સ સુધારી દીધા
એક નાપાસ ઉમેદવારે ભાંડો ફોડતા તપાસ થઇ, હેડ ક્લાર્ક પલકિત સથવારા સસ્પેન્ડ

AMCમાં હેડ ક્લાર્કે કર્યું ભરતી કૌંભાડ, 3 ઉમેદવારોના માર્ક્સ સુધારી દીધા

AMCમાં હેડ ક્લાર્કે કર્યું ભરતી કૌંભાડ, 3 ઉમેદવારોના માર્ક્સ સુધારી દીધા
અમદાવાદ મહાનગરપાલિકામાં ટેક્નિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌંંભાડ આચરાયું છે. જેમાં કોમ્પ્યુટરમાં ચેડાં કરી 3 ઉમેદવારોના 18થી 20 માર્ક્સમાંથી 85થી 90 માર્કસ કરી દેવાયા છે. એક નાપાસ ઉમેદવારે કૌંભાડના લાભાર્થીની ઓએમઆર શીટ જોડીને કમિશનરને પત્ર લખતાં સમગ્ર કૌંભાડનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે તપાસ બાદ ગેરરીતિ આચરનાર એએમસીના હેડ ક્લાર્ક પુલકિત સથવારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
18 ઓગષ્ટે કોર્પોરેશનમાં ટેક્નિકલ સુપરવાઇઝરની 93 જગ્યાઓની ભરતી માટે પરીક્ષા યોજાઇ હતી જેમાં 12377 અરજીઓ પૈકી 10189 ઉમેદવારો પરીક્ષા આપવા લાયક બન્યા હતા. 10189 પૈકી 5595 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પુરી થવાના 2 કલાકમાં આન્સરશીટ મુકી દેવાઇ હતી. તમામ પરીક્ષાર્થીની આન્સરશીટ ચકાસણી માટે યુનિવર્સીટીને મોકલાઇથી અને ત્યારબાદ ત્યાંથી ફાઇલ પરિણામ આવે ત્યારે પુલકીતે તેનો કોમ્પ્યુટર ડેટા બનાવીને રિઝલ્ટની શીટ મુકવાની હતી પણ તેણે 3 ઉમેદવારના માર્ક સુધારી દીધા હતા અને ત્યારબાદ તે જ શીટ યુનિવર્સીટીને મોકલી દીધી હતી.
હેડ ક્લાર્ક પુલકિતે ડેટા તૈયાર કરતી વખતે ત્રણ ઉમેદવારના મુળ માર્કને બદલે વધારાના માર્ક મુકી કટઓફ જેટલા માર્ક કર્યા હતા. કૌંભાડની કોઇને ગંધ ના આવે તે માટે પુલકિતે યુનિવર્સીટીમાંથી આવેલી માર્કશીટના ડેટામાં ચેડાં કરી ફરીથી યુનિવર્સીટીના સહી સિક્કા કરાવ્યા હોવાનો પણ તપાસમાં ઘટસ્ફોટ કરાયો છે.
કૌંભાડ બહાર આવતા હેડ ક્લાર્ક પુલકિત સથવારાને સસ્પેન્ડ કરી દેવાયો છે અને તેની સામે પોલીસ ફરિયાદ પણ કરાઇ છે. પુલકિત સથવારા AMCની સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતો હતો. તપાસમાં બહાર આવ્યું કે પુલકિતે જય પટેલ, મોનલ લિંબાચીયા અને તમન્ના પટેલના માર્ક્સમાં સુધારો કર્યો હતો. ત્રણેય ઉમેદવારોનું ઓછું પરિણામ હોવા છતાં સસ્પેન્ડેડ પુલકિત સથવારાએ પરિણામ સાથે ચેડાં કર્યા હતા.આ મામલે સેન્ટ્રલ ઓફિસના કર્મચારી સહિત 3 ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.