નવમા નોરતે ગુજરાત ગરબાના રંગે ચઢ્યું
કિંજલ દવે-કીર્તિદાન ગઢવીએ રંગ જમાવ્યો, મંત્રી હર્ષ સંઘવીએ ‘દ્વારિકાનો નાથ’ ગાઈ મોહી લીધા

નવમા નોરતે ગુજરાત ગરબાના રંગે ચઢ્યું

નવમા નોરતે ગુજરાત ગરબાના રંગે ચઢ્યું
નવરાત્રિના નવમા અને અંતિમ નોરતે ગુજરાતના ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. એક તરફ કલાકારોના લોકપ્રિય ગીતો પર યુવાનો ડોલ્યા, તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ માઇક સંભાળીને ખેલૈયાઓનું દિલ જીતી લીધું હતું.
કિંજલ દવેનો ક્રેઝ
સુરતના યશ્વી નવરાત્રિ ગ્રાઉન્ડમાં લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની એન્ટ્રી થતાં જ માહોલ ગરમાયો હતો. તેમણે 'મોર બની થનગાટ કરે' ગીત ગાઈને ખેલૈયાઓને જોરદાર ઝૂમવા મજબૂર કર્યા.
બીજી તરફ, સુરતની કેસરિયા નવરાત્રિ 3.0માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. ખેલૈયાઓના આગ્રહને માન આપીને સંઘવીએ પોતે 'દ્વારિકાનો નાથ' ગીત ગાયું, જેને કારણે ગ્રાઉન્ડમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ ઉપરાંત, કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી અને જયસિંહ ગઢવી જેવા કલાકારોએ પણ પોતાના પરફોર્મન્સથી રંગ જમાવ્યો હતો.
વેશભૂષા અને થીમ ગરબાનું આકર્ષણ
વડોદરા: LVP ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ અવનવી વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા, જ્યારે બાળ ખેલૈયાઓએ કારેલીબાગના 'અડુકિયો દડૂકિયો' બાળ ગરબામાં ઉત્સાહ બતાવ્યો હતો. વાઇબ્રન્ટ નવરાત્રિમાં સેલ્ફી વીડિયો પોઇન્ટ્સ પર ખેલૈયાઓની લાંબી લાઈનો જોવા મળી હતી.
સુરત: ભટાર વિસ્તારના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં કાર્નિવલ મેળાની થીમ પર ગરબાનું આયોજન થયું, જ્યારે ખોડલધામના પારિવારિક ગરબામાં 'પુષ્પા 2' સ્ટાઇલ અને 'જય શ્રીરામ'ના ઝંડા સાથે ગરબે રમતા યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રાજકોટ: માધવરાય સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેના અબતક સુરભી રાસોત્સવમાં રાસની રમઝટ બોલાવ્યા બાદ પ્રિન્સ અને પ્રિન્સેસ વચ્ચે મેગા ફાઇનલ રાઉન્ડ રમાયો હતો. અહીં બોલિવૂડ સોંગ્સ પર પણ ખેલૈયાઓએ બૂમ પડાવી હતી.
અંતિમ નોરતે ખેલૈયાઓનો ધસારો એટલો વધુ હતો કે સુરતમાં અઠવા-ડુમસ રોડ પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે ઘણા ખેલૈયાઓ અટવાયા હતા.
બીજી તરફ, નવસારીમાં એક મોટો વિવાદ થયો હતો. ફ્યુઝન નવરાત્રિ ગરબાનું આયોજન અચાનક બંધ થતાં 5000થી વધુ ખેલૈયાઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. આયોજકોએ ટેકનિકલ ખામીનું કારણ આપ્યું, પરંતુ ગ્રાઉન્ડ ભાડા સહિત લેણદારોના નાણાં બાકી હોવાની ચર્ચાઓએ વિવાદને વધુ વેગ આપ્યો છે.
અંતે મોડી રાત્રે ફાફડા-જલેબીની મોજ
નવરાત્રિની મોડી રાતની ઉજવણી બાદ અમદાવાદીઓએ પોતાનો પરંપરાગત શોખ પૂરો કર્યો હતો. અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે આવેલા ઓસ્વાલના ફાફડા-જલેબીની દુકાન પર મોડી રાત સુધી લાંબી કતારો લાગી હતી, અને રેસ્ટોરન્ટ હાઉસફુલ થઈ ગયું હતું, જે ગરબાની મોજ સાથે ગુજરાતીઓના ફૂડ કલ્ચરનો અનોખો સંગમ દર્શાવે છે.

મિશન સુરક્ષિત શક્તિ હેઠળ ગુજરાત પોલીસે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે 525 સ્થળોનું મેપિંગ અને 12,829 લોકોને સ્વરક્ષણ તાલીમ આપી.

સુરતની રિયલ જરીનો અદ્ભુત કમાલ! શુદ્ધ ચાંદીના તારથી બની રાખડી, અચોધ્યા રામ મંદિર મા કરાશે અર્પણ

સુરતના ઊનમાં મદરેસાની છત પરથી પડી ગયેલા 13 વર્ષીય બાળકના ગળામાં લોખંડનો સળિયો આરપાર થઈ ગયો. નવી સિવિલ હોસ્પિટલમાં 2-3 કલાકની જટિલ સર્જરી બાદ સળિયો બહાર કાઢાયો, હાલ બાળક ICUમાં સ્થિર છે.