ગૂજરાત વિદ્યાપીઠ: 18 નવી ભાષાઓનો સમાવેશ
નવી 18 ભાષા: વિદ્યાર્થીઓ 18 ક્રેડિટ મેળવશે

વિવિધ માધ્યમોના વિદ્યાર્થીઓ માટે વ્યવહારુભાષા ગુજરાતી રહશે

વિવિધ માધ્યમોના વિદ્યાર્થીઓ માટે વ્યવહારુભાષા ગુજરાતી રહશે
ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો યુજી-પીજીમાં આ વર્ષે વિધિવત અમલ શરૂ કરાતા વિદ્યાર્થીઓ માટે જરૂરી એબિલીટી એન્ડ સ્કીલ્સ કોર્સ માટે નવું લેગ્વેજ સિલેકશન સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા ક્રેડીટ માટે શીખી શકશે. જ્યારે નવી બીજી 18 ભાષાનો પણ સમાવેશ કરાયો છે. જે શીખીને વિદ્યાર્થીઓ જરૂરી 18 ક્રેડીટ મેળવી શકે છે.
18 ભાષા વિદ્યાર્થીને યુજી અભ્યાસ સાથે શીખવા મળશે :
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તૈયાર કરવામાં કરાયા અને શરૂ કરાયેલા નવા લેગ્વેજ સિલેકશન સ્ટ્રક્ચરમાં યુજીના કોર્સના વિદ્યાર્થીઓને યુજીસી ગાઈડલાઈન મુજબ જરૂરી 8 ક્રેડીટ મેળવવા માટે ભાષાનું સિલેકશન આપવામાં આવશે. જેમાં ગુજરાતી સહીત વિવિધ માધ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ફોર કોમ્યુનિકેશન રહેશે અંગ્રેજી સહીત વિવિધ માધ્યમોના વિદ્યાર્થીઓ માટે વ્યવહારુભાષા ગુજરાતી રહશે. અત્યાર સુધી વિધાર્થીને હિન્દી,સંસ્કૃત,અંગ્રેજી અને ગુજરાતી એમ ચાર ભાષાનો જ ઓપ્શન મળતો હતો. આ ચાર ઉપરાંત અન્ય નવી 18 ભાષાનો ઓપ્શન મળશે.
વિદ્યાથીઓ ચાર સેમિસ્ટર પુરા થતા કોઈ પણ ભાષાનું સિલેકશન કરીને તેનો કુલ 30 કલાકનો કોર્સ કરી 8 ક્રેડીટ મેળવવાની રહશે.
અન્ય નવી ભાષમાં મરાઠી,પંજાબી,મલયાલમ,કન્નડ,તેલુગુ,તમિલ,ઉર્દુ,સિંધી,બંગાળી,ફ્રેન્ચ,સ્પેનીશ,જર્મન,ચાઈનીઝ,જાપાનીઝ અને અપભંશ,પાલી,પ્રાક્રિત જેવી પુરાતત્વીય ભાષાઓ પણ શીખવાડાશે. વિદ્યાર્થી હવે યુજી કોર્સીસના અભ્યાસ સાથે જ આ ભાષાઓ શીખી શકશે.અલગથી ફી ભરી કોર્સ નહીં કરવો પડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!