ગુજરાતમાં વરસાદી માહોલ, અમદાવાદ પાણીપાણી
૨૧ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, અમદાવાદમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી

કમોસમી વરસાદ અમદાવાદ સહિત અનેક વિસ્તારને ઘમરોળ્યાં

કમોસમી વરસાદ અમદાવાદ સહિત અનેક વિસ્તારને ઘમરોળ્યાં
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૨૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના મોડાસા અને પાટણના સરસ્વતી તાલુકામાં બે ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બુધવારની મોડી રાત્રે થી ગુરુવારની વહેલી સવાર સુધી અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. લાંબા સમય સુધી પાણી ઉતરતું ન હોવાથી વાહન વ્યવહારમાં મોટી મુશ્કેલી સર્જાઈ હતી.
મૌસમ વિભાગે આગામી બે દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધરાતે રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં વરસાદથી અનેક વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.
આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. ગાજવીજ અને તીવ્ર પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદના કારણોપશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩૦ મેથી ૧ જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠે ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે.
અમદાવાદમાં પરિસ્થિतिઅમદાવાદ શહેરમાં મોડી રાત્રે ઘટાદાર વરસાદ પડ્યો હતો. બે કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ થયો હતો. પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, જગતપુર અને ન્યુ રાણીપમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, ગોતા, ઇન્કમટેક્સ વિસ્તારમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં નરોડા, બાપુનગર, રખીયાલ, ગોમતીપુરમાં એકથી દોઢ ઇંચ વરસાદ થયો હતો.
રાજ્યભરની સ્થિતિભાવનગરમાં બુધવારે ૪૦.૪ ડિગ્રી તાપમાન અને ગરમીના બફારા બાદ આજે વહેલી સવારે ગાજવીજ સાથે મુસળધાર વરસાદ પડ્યો હતો. વહેલી પરોઢના પાંચ વાગ્યે ધીમેધારે વરસાદ શરૂ થયો હતો.
પાલનપુર શહેર અને પાલનપુર-અંબાજી હાઇવે પર ઘૂંટણ સમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વિસનગરમાં વીજળીના કડાકા સાથે ૨૭ મિમી વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. મિની વાવાઝોડાને કારણે વીજ પુરવઠો બંધ થતા શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!