ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે બમ્પર ભરતી
વિદ્યાસહાયક અને સ્પેશિયલ એજ્યુકેટરની 3,966 જગ્યાઓ જાહેર

AI જનરેટેટ

AI જનરેટેટ
Gujarat Teacher Recruitment 2026: ગુજરાતના સરકારી શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમયની રાહનો અંત આવ્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર (વિશેષ શિક્ષક) અને મુખ્ય શિક્ષકની કુલ 3,966 જગ્યાઓ પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે આગામી 1 જૂન, 2026ના રોજ બપોરે 12:00 વાગ્યાથી ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ થશે, જે 10 જૂન, 2026ના રોજ સાંજે 03:00 વાગ્યા સુધી ચાલશે. લાખો બેરોજગાર યુવાનો માટે આ એક સોનેરી તક સાબિત થશે.
TET પરીક્ષા અને મેરિટના આધારે થશે પારદર્શક પસંદગી
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે. ઉમેદવારોની આખરી પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા પરીક્ષા (TET-ટેટ)ના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમોના આધારે જ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાના જરૂરી તમામ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ગુણાંકના આધારે આખરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગીનો વિકલ્પ અપાશે.
દિવ્યાંગ ઉમેદવારો અને વિશેષ શિક્ષકોમાં ખુશીનો માહોલ
આ ભરતીમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકોને ભણાવતા વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યાઓ અનામત રાખીને પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી રોજગારીની આશા રાખીને બેઠેલા વિશેષ લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનોમાં આ જાહેરાતથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે એકસાથે આટલી મોટી સંખ્યામાં ભરતી બહાર પડતાં રાજ્યના લાયક ઉમેદવારોમાં નવો ઉત્સાહ સંચાર થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?