રેલવે સ્ટેશન પર ગુજરાતનું પ્રથમ ડિજિટલ લોન્જ
મુસાફરોને મળશે એરપોર્ટ જેવી લક્ઝુરિયસ સુવિધા,માત્ર ₹200માં એસી લોન્જ અને ફ્રી વાઇફાઇ

વડોદરા રેલવે ડિજિટલ લોન્જ

વડોદરા રેલવે ડિજિટલ લોન્જ
ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધુ એક સુવર્ણ પાનું ઉમેરાયું છે. 28 માર્ચના રોજ વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યના પ્રથમ અને ભારતના બીજા 'ડિજિટલ લોન્જ'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે આ લોન્જને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે રેલવે મુસાફરોને પણ એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ સ્ટેશન પર જ મળી રહેશે.
એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હવે રેલવે સ્ટેશન પર :
ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવેલો આ ડિજિટલ લોન્જનો કોન્સેપ્ટ મુસાફરોને પ્રીમિયમ અનુભવ કરાવવા માટે તૈયાર કરાયો છે. આ લોન્જમાં એકસાથે 25 થી 40 જેટલા મુસાફરો બેસી શકે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા રેલવે મંડળના ડીઆરએમ રાજુ ભડકે અને ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નજીવા દરે વૈભવી સુવિધાઓનું પેકેજ :
આ એસી લોન્જમાં મુસાફરોને પોસાય તેવા ભાવે અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે:
વેઇટિંગ એરિયા: માત્ર 200 રૂપિયા પ્રતિ કલાકના દરે મુસાફરો આરામદાયક સોફા, ટીવી, ચા-કોફી અને હાઈ-સ્પીડ ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરી શકશે.
સ્લીપિંગ પોડ્સ: જો કોઈ મુસાફર રાત્રિ દરમિયાન આરામ કરવા માંગતો હોય, તો 700 રૂપિયામાં બે કલાક માટે આરામદાયક બેડ, વેલકમ ડ્રીંક અને પાણીની બોટલ જેવી સુવિધાઓ મળશે.
ડિજિટલ લોકર: કિંમતી સામાનની સુરક્ષા માટે અહીં લોકર સિસ્ટમ પણ છે, જેનો ચાર્જ 100 રૂપિયા પ્રતિ કલાક રાખવામાં આવ્યો છે.
બિઝનેસ મીટિંગ માટે કોન્ફરન્સ હોલ :
વડોદરા એક ઔદ્યોગિક હબ હોવાથી અહીં વંદે ભારત જેવી ટ્રેનોમાં અનેક બિઝનેસમેન મુસાફરી કરતા હોય છે. તેમના માટે આ લોન્જમાં ખાસ કોન્ફરન્સ હોલની વ્યવસ્થા છે. 1680 રૂપિયામાં ત્રણ કલાક માટે મિટિંગ હોલ બુક કરી શકાય છે, જેમાં 6 વ્યક્તિઓ વાઇફાઇ અને ટીવી પ્રેઝન્ટેશન જેવી સુવિધાઓ સાથે વ્યાવસાયિક ચર્ચાઓ કરી શકશે. શાવર અને વોશરૂમની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરાવાઈ છે.
વિકસિત ભારતની દિશામાં મહત્વનું પગલું :
આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે રેલવે સ્ટેશન પર આવી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ અનિવાર્ય છે. વડોદરા સ્ટેશન પર આગામી સમયમાં બુલેટ ટ્રેન કનેક્ટિવિટી, નવા કાર્ગો ડેક અને અત્યાધુનિક પાર્સલ પેકિંગ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે, જે મુસાફરીના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.