ગુજરાત માટે આગામી 2 દિવસ ભારે
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું ઓેરેન્જ એલર્ટ
આગામી 2 દિવસ ભારે
આગામી 2 દિવસ ભારે
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી વાતાવરણની આગાહી જાહેર કરી છે. આજથી આગામી બે દિવસ (27-28 ઓગસ્ટ) દરમિયાન કેટલાક વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતા છે. આને કારણે આજે (27 ઓગસ્ટ) છોટા ઉદેપુર, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં વિખરાયેલા જગ્યાઓ પર તીવ્રથી અત્યંત તીવ્ર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે.
માછીમારોને ચેતવણીભારે વરસાદની આગાહીને કારણે રાજ્યના માછીમારોને 28 ઓગસ્ટ સુધી સમુદ્રમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ જાહેર કરાયું છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, અપર વાતાવરણમાં સાયક્લોનિક વર્તુળ અને મોન્સૂન ટ્રફને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. 27 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં મોન્સૂન સીઝનનો સરેરાશ 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.
નર્મદા અને ભરૂચમાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટહવામાન વિભાગે આગામી 10 વાગ્યા સુધી માટે નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં તીવ્રથી અત્યંત તીવ્ર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે. વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, દમણ, દાદરા અને નગર હવેલીમાં વિખરાયેલા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મોન્સૂનમાં 85 ટકા વરસાદ પૂર્ણઓગસ્ટ મહિનો સમાપ્ત થવાની આસપાસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોન્સૂન સીઝનનો 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. વિસ્તારવાર આંકડા જોતા, કચ્છ ઝોનમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 88.80 ટકા, પૂર્વ ગુજરાતમાં 80.21 ટકા, સૌરાષ્ટ્રમાં 83.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.46 ટકા વરસાદ નોંધાયો છે.
ડેમમાં પાણીનું સ્તર વધુરાજ્યના જળાશયોની સ્થિતિ અંગે જાણકારી આપતા જણાવાયું કે, નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 MCFT જળસંગ્રહ થયો છે, જે 84 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે. સરદાર સરોવર સિવાયના અન્ય 206 જળાશયોમાં 4,36,135 MCFT પાણી છે, જે કુલ ક્ષમતાના 78.18 ટકા છે. રાજ્યમાં 69 ડેમ 100 ટકાથી વધુ ભરાયેલા છે, 27 ડેમ 90 ટકાથી 100 ટકા વચ્ચે છે, જેના કારણે 94 ડેમ પર હાઈ એલર્ટ, 27 પર એલર્ટ અને 19 પર વોર્નિંગ જારી કરાયા છે.
કટોકટી માટે તૈયારીમોન્સૂન દરમિયાન કોઈપણ આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે NDRFની 12 અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી છે. મોન્સૂન દરમિયાન 5,191 લોકોનું સ્થળાંતર અને 966 લોકોને બચાવવામાં આવ્યા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.