કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર
30 મેથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદની આગાહી

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Rain Forecast: રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે જનજીવન તોબા પોકારી ગયું છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના મુખ્ય શહેરોમાં ગરમીનો પારો સતત 43 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી નાગરિકોને આ આકરી ગરમીમાંથી કોઈ રાહત મળવાની સંભાવના નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અકળામણભર્યો બફારો અનુભવાશે. જોકે, 30મી મેથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની રાહતજનક સંભાવના છે.
સુરેન્દ્રનગરમાં પારો 44.3 ડિગ્રીએ પહોંચ્યો, રાજકોટમાં પણ ગરમીનું પ્રકોપ
રાજ્યમાં સોમવારે ગરમીએ પ્રકોપ દેખાડ્યો હતો, જેમાં 8 મુખ્ય શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું હતું. તેમાં 44.3 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પારો 43.2 ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ હજુ તાપમાન યથાવત રહેશે. આજે રાજકોટમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 28 મે સુધી ભારે બફારાને કારણે લોકોએ અકળામણ વેઠવી પડશે.
30 મે થી 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગરમીની વચ્ચે રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાશે. વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
તારીખ મુજબ જિલ્લાવાર વરસાદની આગાહી
30 મે: સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પ્રી-મોન્સૂન વરસાદની શરૂઆત થઈ શકે છે.
31 મે: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ મેઘમહેર થવાની શક્યતા છે.
01 જૂન: આ દિવસે વરસાદનો વ્યાપ વધશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?