ગુજરાતમાં 15 વર્ષ બાદ વસતી ગણતરીનો મહાકુંભ
1.10 લાખ કર્મચારીઓ જોડાશે, 17 મેથી ઘરે બેઠા કરી શકશો 'સેલ્ફ ગણતરી'

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Census 2026: રાજ્યમાં દોઢ દાયકાના લાંબા અંતરાલ બાદ વસતી ગણતરીની તૈયારીઓ હવે આખરી તબક્કામાં પહોંચી છે. વહીવટીતંત્ર દ્વારા આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા માટે તમામ પાસાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 1 જૂનથી સમગ્ર રાજ્યમાં વસતી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે, જેમાં કર્મચારીઓ ઘરે-ઘરે જઈને વિગતો એકત્રિત કરશે. આ વખતે વસતી ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને જાતે જ પોતાની માહિતી અપલોડ કરવાની 'સેલ્ફ એન્યુમેરેશન'ની સુવિધા પણ આપવામાં આવી છે.
વસતી ગણતરીનું સમયપત્રક અને પ્રક્રિયા
રાજ્યમાં વસતી ગણતરીની કામગીરી બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે:
સેલ્ફ એન્યુમેરેશન (જાતે માહિતી અપલોડ કરવી): લોકો 17 મેથી 31 મે દરમિયાન ઓનલાઈન પોર્ટલ દ્વારા જાતે જ પોતાના પરિવારની વિગતો ભરી શકશે.
ઘરોની ગણતરી (House Listing): 1 જૂનથી 30 જૂન દરમિયાન ગણતરીદારો પ્રત્યક્ષ રીતે દરેક ઘરની મુલાકાત લેશે. આ સમયગાળા દરમિયાન પરિવારના મુખ્ય સભ્યને વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા 33 પ્રશ્નો પૂછવામાં આવશે.
ઘરે બેઠા કેવી રીતે કરશો ગણતરી?
વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, નાગરિકો નીચે મુજબના સરળ સ્ટેપ્સ દ્વારા પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે:
પોર્ટલ: બ્રાઉઝરમાં http://se.census.gov.in ખોલો (મોબાઈલ કે ડેસ્કટોપ બંને પર ઉપલબ્ધ).
રાજ્ય પસંદગી: ડ્રોપડાઉનમાંથી પોતાનું રાજ્ય પસંદ કરી કેપ્ચા ભરીને 'Verify & Proceed' પર ક્લિક કરો.
રજિસ્ટ્રેશન: પરિવારના મુખ્ય વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર નોંધાવો.
વેરિફિકેશન: મોબાઈલ પર આવેલો 6 આંકડાનો OTP નાખી ભાષા પસંદ કરો (16 ભાષાઓ ઉપલબ્ધ છે).
માહિતી ભરો: આમાં સેક્શન A (મકાનની વિગત), સેક્શન B (પરિવાર સંબંધિત માહિતી) અને સેક્શન C (સુવિધાઓ અને સંપત્તિ) ની વિગતો ભરવાની રહેશે.
સબમિટ: તમામ વિગતો ચેક કર્યા પછી 'Final Submit' કરો, જેનાથી 'SE ID' જનરેટ થશે, જેને સાચવી રાખવો અનિવાર્ય છે.
પૂછવામાં આવનાર 33 સવાલો અને નવા ફેરફારો
વસતી ગણતરી દરમિયાન પૂછવામાં આવનાર 33 સવાલોમાં મકાન નંબર, મકાનની સામગ્રી, પરિવારમાં સભ્યોની સંખ્યા, પીવાના પાણી અને વીજળીની સુવિધા, શૌચાલયની ઉપલબ્ધતા, રસોઈ માટે વપરાતું ઈંધણ અને વિવિધ સંપત્તિઓ (ટીવી, લેપટોપ, કાર વગેરે) નો સમાવેશ થાય છે. આ વખતે ગણતરીમાં ચાર બાબતોનો પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે:
તમે ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોન વાપરો છો?
તમે બોટલ્ડ વોટર (પેકેજ્ડ પીવાનું પાણી) વાપરો છો?
પરિવારમાં કયા ધાન્યનો ઉપયોગ વધારે થાય છે?
1.10 લાખ કર્મચારીઓનું વિશાળ નેટવર્ક
ગુજરાતમાં આ અભિયાનને સફળ બનાવવા માટે કુલ 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs) બનાવવામાં આવ્યા છે. આ કામગીરીમાં 1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝર સહિત કુલ 1.10 લાખ કર્મચારીઓ જોડાશે. તમામ કર્મચારીઓને ત્રણ તબક્કામાં ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
શિક્ષકો અને પ્રોફેસરોની મુક્તિ અંગે વિવાદ
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વસતી ગણતરીની કામગીરી આવતી હોવાથી શિક્ષણ કાર્ય પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ કારણે વિવિધ શિક્ષક અને પ્રાધ્યાપક સંગઠનોએ તેમને આ ફરજમાંથી મુક્ત રાખવાની માગ કરી છે. વસતી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ જણાવ્યું હતું કે, આ અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં છે.
નાગરિકોની સુવિધા માટે ટોલ-ફ્રી નંબર
વસતી ગણતરી પ્રક્રિયાને લઈને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન હોય તો નાગરિકો ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકે છે અથવા સત્તાવાર વેબસાઇટ www.censusindia.gov.in ની મુલાકાત લઈ શકે છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે નાગરિકો સાચી અને સચોટ માહિતી આપીને આ રાષ્ટ્રીય કાર્યમાં સહયોગ આપે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?