ગુજરાત પોલીસની ઓફર..આતિથ્ય-સરભરા સાથે મફત પિક-અપની વ્યવસ્થા..
31 ડિસેમ્બરની ઉજવણીને લઇને ગુજરાત પોલીસ સતર્ક, નશાખોરો અને અસામાજીક તત્વોને ઓફર

ગુજરાત પોલીસની ઓફર...આતિથ્ય-સરભરા સાથે મફત પિક-અપની વ્યવસ્થા..

ગુજરાત પોલીસની ઓફર...આતિથ્ય-સરભરા સાથે મફત પિક-અપની વ્યવસ્થા..
31 ડિસેમ્બરની ઉજવણીને લઇને ગુજરાત પોલીસ સતર્ક થઇ ગઇ છે. સમગ્ર ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં ખાસ કરીને રાત્રી દરમિયાન પોલીસનું સઘન ચેકિગ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસે સોશિયલ મીડિયામાં એક રમૂજી પોસ્ટર વાયરલ કર્યું છે જેમાં ખરાબ વાહન ચલાવતા વાહન ચાલકો, નશો કરીને વાહન ચલાવનારા વાહન ચાલકો અને અસામાજીક તત્વોને ખાસ ઓફર આપવામાં આવી છે. જો કે પોસ્ટરમાં અપીલ પણ કરાઇ છે કે શક્ય એટલો આ ઓફરનો લાભ ના લેવો
રાજ્યમાં નશાબંધી છે અને 31મી ડિસેમ્બરની વિવિધ સ્થળો પર જ્યારે ઉજવણી થાય છે ત્યારે નશો કરીને વાહન ચાલકો રસ્તા પર રખડતાં જોવા મળે છે. 31મી ડિસેમ્બર પહેલાં જ ગુજરાત પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને વિવિધ સ્થળે દરોડા પાડીને 31મી ડિસેમ્બર માટે લવાયેલો દારુનો મોટો જથ્થો કબજે કર્યો હતો તો સાથે સાથે ડ્રગ્સ અને ગાંજા જેવો નશીલો પદાર્થ પણ કબજે કર્યો હતો.
પોલીસ છેલ્લા એક સપ્તાહથી તમામ શહેરો અને નગરોમાં દિવસ રાત ચેકીંગ કરી રહી છે અને નશાનો સામાન જપ્ત કરી રહી છે. નશાના સામાનની હેરાફેરી કરતા તત્વો પણ પોલીસની ગિરફ્તમાં આવી રહ્યા છે ત્યારે 31મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણી દરમિયાન નશો કરીને લોકો છાકટા બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ આવા તત્વો માટે વિશેષ ઓફર લાવી છે.
ગુજરાત પોલીસનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેમાં પોલીસે એવા લોકોને અભૂતપૂર્વ ઓફર છે જે રેશ ડ્રાઇવરો, નશાખોર ડ્રાઇવર અને સમાજ વિરોધી તત્વો છે. તેમને આતિથ્ય-સરભરા સાથે મફત પિક-અપની વ્યવસ્થાની ઓફર આપવામાં આવી છે. જો કે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે આ ઓફરનો લાભ શક્ય તેટલો ના લેશો. ગુજરાત પોલીસની આ ઓફર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.