રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
16 ફેબ્રુઆરીએ થશે મતદાન
17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
18 ફેબ્રુઆરીએ મત ગણતરી
21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે
ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી?
જુનાગઢ મહાનગરપાલિકા
66 નગરપાલિકા
તાલુકા પંચાયત: કઠલાલ, કપડવંજ, ગાંધીનગર
મધ્યસત્ર ચૂંટણી: બોટાદ અને વાંકાનેર ન.પા.
ક્યાં ક્યાં યોજાશે પેટાચૂંટણી?
મનપા: 3 બેઠક
નગરપાલિકા: 21 બેઠક
જિલ્લા પંચાયત: 09 બેઠક
તાલુકા પંચાયત: 91 બેઠક