પોલીસ સ્ટેશન આવો..હવે પોલીસ વાળા આવુ નહી કહી શકે..
રાજય માહિતી આયોગે ગુજરાત પોલીસને ખખડાવી નાખી

રાજય માહિતી આયોગે ગુજરાત પોલીસને ખખડાવી નાખી

રાજય માહિતી આયોગે ગુજરાત પોલીસને ખખડાવી નાખી
રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં માહિતી મેળવવા ઇચ્છતા લોકો માટે રાહતરુપ ચુકાદો ગુજરાત માહિતી આયોગે આપ્યો છે જેમાં RTI અરજદારોને માહિતીની ફી ભરવા કે માહિતી લઈ જવા વારંવાર પોલીસ સ્ટેશને બોલાવવા પર પ્રતિબંધ મૂકવા અંગેનો ચુકાદો માહિતી આયોગે થોડા દિવસ પહેલાં ખેરગામ (નવસારી) પોલીસ સ્ટેશન સામે આપ્યો હતો. આવો જ બીજો એક કિસ્સો આયોગ સમક્ષ બીજી અપીલના સ્વરૂપ માં આવ્યો, જે DYSP જૂનાગઢ કચેરીને લગતો છે.
આ કેસમાં અરજદારને 146 રૂપિયા ફી ભરવા DYSP કચેરી માં રૂબરૂ બોલાવ્યા હતા. અને અરજદાર રૂબરૂ ગયા ન હોવાથી માહિતી આપી ન હતી. માહિતી આયોગે આ પધ્ધતિની ગંભીરતા થી નોંધ લઈને રાજ્ય ના પોલીસ દળ ના વડાને પોલીસ તંત્ર ને (ચુકાદાના 15 દિવસ ની અંદર) સૂચના આપવા જણાવ્યું છે.
આયોગે ચિમકી આપી છે કે, અરજદારોને રૂબરૂ આવવાનો આગ્રહ રાખવામાં આવે અને માહિતી આપવામાં વિલંબ કરે તો જવાબદાર ની સામે 20(1) મુજબ દંડ અને 20(2) મુજબ શિસ્ત ભંગના પગલાં લેવા માટેની ભલામણ કરવા સુધીના કડક પગલાં લેવાશે.
હવે આ મામલે DGP કચેરી તરફથી આયોગ ના ઉપરોક્ત હુકમ નું પાલન કરવા 17 જુલાઈના સૂચના અપાઈ છે.
રાજ્ય માહિતી આયોગે આપેલા ચૂકાદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાજ્યના પોલીસ ખાતાના કેટલાક જાહેર માહિતી અધિકારીઓ દ્વારા અરજદારોને માહિતી મેળવવા માટેની નકલ ફી ચૂકવવા પોલીસ સ્ટેશન રુબરુ આવી જવા અને નિય ફી ભરીને રુબરુ માહિતી મેળવી લેવા માટે જણાવામાં આવે છે. જેના પરિણામે અરજદારોને સમયસર માહિતી મેળવવામાં અવરોધ અને વિલંબના પ્રસંગો બને છે. તેથી અરજદાર દ્વારા જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ દંડનીય શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ભલામણ કરવાની રજૂઆત થવા પામે છે. કેટલાક કિસ્સામાં આયોગ દ્વારા આ કારણોસર જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના હુકમો અને તાકીદ પણ કરાઇ છે.
રાજ્ય પોલીસ વડાના ધ્યાન પર આવે તે રીતે આયોગે હુકમમાં લખ્યું છે કે ફીની રકમ જમા કરાવવા માટે સંબંધીત જાહેર માહિતી અધિકારીએ અરજદારને જણાવાનું રહે છે. ફી ચૂકવાવા જે વિકલ્પો છે જેમને જ્યાં રોકડમાં ભરવાની સુવિધા છે ત્યાં રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, ભારતીય પોસ્ટલ ઓર્ડર અને ચલણ દ્વારા બેંકમાં જમા કરાવવાની રહે છે. સરકારના પરિપત્ર મુજબ અરજદાર નકલ ફી રુબરુમાં જ ભરે અને રુબરુમાં જ નકલ મેળવી લે તેવો આગ્રહ રાખવો નહી. અરજદારને તેઓ રુબરુ કે ટપાલથી માહિતી મેળવવા માગે છે તે અંગે પણ પુછવાનું રહે છે અને અરજદાર દ્વારા માહિતી મેળવવા માટે કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલ ના હોય તેવા સંજોગોમાં અરજદારને 30 દિવસની અંદર માહિતી કે દસ્તાવેજ ટપાલથી મોકલી દેવાના રહેશે.
અરજદાર ને રાહત આપ્યા ઉપરાંત વિભાગના વહીવટમાં કામ કરવાની પધ્ધતિ માં સુધારો કરવા અંગે ગાંધીનગર સ્તરના કચેરીઓ ને પણ જવાબદેહિ ઠેરવવા ખુબજ જરૂરી છે, માહિતી અઘિકાર કાયદાનો મૂળ હેતુ પણ છે.
આ પણ વાંચો---
દારુ વેચતા કે પીતા પકડાયા તો મુંડન કરી....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!