ખોડલધામથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત
કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત દેખાવ કરવા ખોડલધામથી પ્રચારની શરૂઆત કરી

ખોડલધામ

ખોડલધામ
ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી થતાં જ પાટીદાર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી, ભલે તેઓ મીડિયા સામે ખુશ દેખાતા હતા. સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓની નારાજગી કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટું નુકસાન કરાવી શકે તેમ હતી, આથી તેમને રિઝવવા અને સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવું કોંગ્રેસ માટે ખૂબ જરૂરી હતું. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રથી કરવાની રણનીતિ અપનાવી છે. આ વ્યૂહરચના હેઠળ, કોંગ્રેસ 28મીએ ખોડલધામ મંદિરથી ધ્વજારોહણ કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.
'ટેમ્પલ પોલિટિક્સ'ની રણનીતિ અપનાવી
કોંગ્રેસે ફરી એકવાર 2017માં રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલા 'ટેમ્પલ પોલિટિક્સ'ની રણનીતિ અપનાવી છે. 2017માં પણ રાહુલ ગાંધીએ 'નવસર્જન યાત્રા'ની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી હતી અને યાત્રાના ત્રીજા દિવસે ખોડલધામ પહોંચીને દર્શન કર્યા હતા. આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટેમ્પલ પોલિટિક્સના ભાગરૂપે ખોડલધામ*ની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગોંડલમાં સગીરને માર મારવાના બનાવમાં ખોડલધામની પ્રતિક્રીયાથી ખળભળાટ
પ્રચાર અને સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ
કોંગ્રેસના પ્રચાર કાર્યક્રમની વાત કરીએ તો, 29મીએ મોરબીમાં જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પહેલાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જિલ્લા પોલિટિકલ કમિટી સાથે બેઠક કરશે. ત્યારબાદ 30મીએ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અલગ-અલગ મહત્વપૂર્ણ બેઠકો કરશે. જેમાં પહેલી બેઠક ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ, જેમ કે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઓ સાથે યોજાશે. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સંગઠન સાથે બેઠક કરીને સંગઠનને મજબૂત કરવા અને તેમાં ફેરફાર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસનો સમગ્ર પ્રયાસ સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવીને પાટીદાર મતોની નારાજગી દૂર કરવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!