Amreli : જાફરાબાદમાં અજાણી બોટ મામલે મોટો ખુલાસો, માછીમારોની પૂછપરછથી સત્ય બહાર!
પોલીસે બે માછીમારોની પૂછપરછ કરતા સ્પષ્ટ થયું કે આ સામાન્ય બનાવ...

સ્થાનિકોમાં ગેરસમજ અને પોલીસની કાર્યવાહી...

સ્થાનિકોમાં ગેરસમજ અને પોલીસની કાર્યવાહી...
જાફરાબાદના દરિયાકાંઠે અજાણી બોટ દેખાતા સર્જાયેલું રહસ્ય હવે ઉકેલાયું છે. આ બોટમાં સવાર બંને માછીમારો વલસાડના હોવાનું સામે આવ્યું છે. દરિયામાં બોટમાં ખામી સર્જાતા તેમાંથી ધુમાડો નીકળ્યો હતો, જેના કારણે સ્થાનિક માછીમારોમાં ગેરસમજ ઉભી થઈ હતી.
રહસ્યનો પર્દાફાશ...
જાફરાબાદના દરિયાકાંઠે અજાણી બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લા SOG અને LCB પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાં સવાર બંને માછીમારોની આકરી પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ 'રવિ' નામની બોટ વલસાડની હતી અને તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પરિણામે તેમાંથી ધુમાડો નીકળ્યો હતો.
સ્થાનિકોમાં ગેરસમજ અને પોલીસની કાર્યવાહી...
આ ઘટનાને કારણે જાફરાબાદના સ્થાનિક માછીમારોમાં ગેરસમજ ઉભી થઈ હતી અને તેમણે અજાણી બોટ જોઈને સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને માછીમારોની પૂછપરછ શરૂ કરી હતી અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ સમગ્ર મામલે હવે સ્પષ્ટતા થઈ છે કે આ કોઈ શંકાસ્પદ ગતિવિધિ નહોતી, પરંતુ દરિયામાં બોટ બગડી જવાનો એક સામાન્ય બનાવ હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?