13 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જાહેર થઇ શકે છે ગુજરાતનું બજેટ
બજેટ રજૂ થયાથી એક મહિનો ચાલશે બજેટ સત્ર

13 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જાહેર થઇ શકે છે ગુજરાતનું બજેટ

13 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જાહેર થઇ શકે છે ગુજરાતનું બજેટ
આગામી 13 થી 20 ફેબ્રુઆરી 2025 સુધી રાજ્ય બજેટ સત્રની જાહેરાત થઇ શકે છે. 13 અથવા 14 ફેબ્રુઆરી 2025 એ નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ 2025-26 ને રજૂ કરે તેવી સંભાવના છે. બજેટ સત્રમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે
અને વિકાસના નવા રસ્તાઓ પર વિચાર કરવામાં આવશે.
છેલ્લા વર્ષમાં રાજ્ય સરકારે 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. તે બજેટ, જેને “દ્રુઢ વિકાસ અને ભવિષ્યના સંકલ્પ” તરીકે ઓળખવામાં આવ્યું હતું, એ મુખ્યત્વે કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત હતું. વિવિધ યોજનાઓના અમલથી રાજ્યના નાગરિકોને ખાસ લાભ મળ્યો હતો.
આ વર્ષે એડવાન્સ આર્થિક સુધારણા અને વિકાસ માટે મોટી યોજનાઓ લાવવામાં આવી શકે છે. અગાઉની જેમ, કૃષિ અને આર્થિક વિકાસ માટે વિશાળ ફાળવણી થવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે વિવિધ ઉપકારક યોજના, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને ખેતી માટેના સહાયક કાર્યો આ બજેટનો હિસ્સો બની શકે છે.
શિક્ષણ, આરોગ્ય અને પૌષ્ટિક યોજના માટે વધુ ફંડ્સ ફાળવવામાં આવી શકે છે. પાટનગર ગાંધીનગર અને સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેન્ટર અને હોસ્પિટલોના માળખા અને યાંત્રિક સુધારણા વધારવાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે.
ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારને પણ વધુ મજબૂત બનાવવામાં આવી શકે છે. નવા ઔદ્યોગિક વિકાસ માટે સ્થાનિક અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી શકે છે.
વિપક્ષે આ બજેટને લઈને કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો સંકેત આપ્યો છે. તેમણે જાહેર કર્યુ છે કે, નાણાંકીય વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવી જોઈએ. આ ઉપરાંત, સરકારના યોજનાઓની અસરકારકતા અને અમલની કામગીરી પર પણ વિપક્ષ સત્તા પક્ષને ઘેરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.