મુંદ્રાના દરિયામાંથી ₹1,150 કરોડનું કોકેઈન ઝડપાયું
બ્રાઝિલથી દિલ્હી સુધી જોડાયેલા છે તાર, કોસ્ટગાર્ડ-ATS અને કચ્છ SOGનું સંયુક્ત ઓપરેશન

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા
Kutch Drug Seizure: ગુજરાતના દરિયાકાંઠેથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટગાર્ડ (ICG) દ્વારા 25-26 મે 2026ની રાત્રે કચ્છના મુંદ્રા દરિયાકિનારે હાથ ધરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક જેવી ગુપ્ત કાર્યવાહીમાં આશરે ₹1,150 કરોડની કિંમતનું 115 કિલો કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન ભારતના દરિયાઈ માર્ગે થતી નશાની દાણચોરી સામે સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
In a major breakthrough against maritime narcotics smuggling, @IndiaCoastGuard in coordination with #ATSGujarat, seized approx. 115 kg of cocaine worth ₹1,150 crore during a joint operation off #Mundra coast on the night of 25-26 May 2026.
— Indian Coast Guard (@IndiaCoastGuard) May 27, 2026
Acting on specific intelligence, #ICG… pic.twitter.com/32I5TfNR3f
ઓછી દૃશ્યતા વચ્ચે 'MV યુરોપ' જહાજ પર ત્રાટકી એજન્સીઓ
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટે રાત્રિના અંધકાર અને ઓછી દૃશ્યતા વચ્ચે 'MV યુરોપ' નામના શંકાસ્પદ જહાજને આંતર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી પ્રતિબંધિત માદક પદાર્થોથી ભરેલી 5 બેગ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હાઈ-ક્વોલિટી કોકેઈનનો આ જથ્થો બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યો હતો અને તેને નાની બોટ મારફતે મુદ્રા પોર્ટ નજીક કાંઠા તરફ લાવવાની તૈયારી હતી. એજન્સીઓને આશંકા છે કે બાકીનો જથ્થો દરિયામાં ફેંકી દેવાયો હોઈ શકે છે, જેથી સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
રેડ દરમિયાન આરોપીની દરિયામાં છલાંગ, દિલ્હીથી વિદેશી નાગરિકો ઝડપાયા
જ્યારે સુરક્ષા એજન્સીઓએ જહાજ પર દરોડો પાડ્યો ત્યારે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો હાજર હતા. તેમાંથી 'જુમા નાસીર ઓમાર' નામના આરોપીને ઘટનાસ્થળેથી જ દબોચી લેવાયો હતો, જ્યારે અન્ય એક શખ્સ રેડ દરમિયાન દરિયામાં કૂદી પડ્યો હતો, જેની શોધખોળ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને સપ્લાય કરવાનો હતો. આ કનેક્શનના આધારે એટીએસે તાત્કાલિક દિલ્હીમાં દરોડા પાડીને 'કેલ્વિન ચુકવામા' અને 'બ્યારુહંગા જેમ્સ' નામના બે વિદેશી શખ્સોને પણ ઝડપી લીધા છે.
સેટેલાઈટ ફોન જપ્ત, ઇન્ટરનેશનલ સિન્ડિકેટનો પર્દાફાશ
પકડાયેલા આરોપીઓ પાસેથી સુરક્ષા એજન્સીઓએ એક પ્રતિબંધિત સેટેલાઈટ ફોન પણ કબજે કર્યો છે, જેના ઉપયોગ દ્વારા તેઓ સમુદ્રની વચ્ચે વિદેશી હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા. પાછલા 5 વર્ષમાં કોસ્ટગાર્ડ અને એટીએસનું આ 15મું સંયુક્ત ઓપરેશન છે, જે 'નશામુક્ત ભારત'ના સંકલ્પને મજબૂત કરે છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના મૂળ ક્યાં સુધી વિસ્તરેલા છે અને ભારતમાં સ્થાનિક સ્તરે આ નેટવર્ક કોણ સંભાળી રહ્યું હતું, તે અંગે વધુ વિગતો જાહેર કરવા માટે ગુજરાત એટીએસ દ્વારા ટૂંક સમયમાં એક હાઈ-લેવલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?