લો બોલો..સુથારીકામ કરતાં યુવકને GSTએ ફટકારી રૂપિયા 1.96 કરોડની નોટિસ
યુવકના નામે 11 બોગસ કંપનીઓમાં કરોડોનું ટર્નઓવર થતુ હોવાનો ઘટસ્ફોટ

યુવકને GSTની 1.96 કરોડની નોટિસ

યુવકને GSTની 1.96 કરોડની નોટિસ
પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામમાં સુથારી કામ કરતાં યુવકને GST વિભાગે રૂપિયા 1.96 કરોડની નોટિસ ફટકારી છે. નોટિસમાં યુવકના નામે અલગ અલગ રાજ્યોમાં 11 થી વધુ કંપનીઓ ચાલતી હોવાનો અને તેમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના કારણે સામાન્ય પરિવારનો યુવક વિમાસણમાં મૂકાયો છે. યુવકે વકીલની સલાહ લઈ સાયબર ક્રાઈમ અને ગૃહમંત્રીને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
દુદખા ગામમાં સામાન્ય પરિવારમાં રહેતાં સુનિલ સથવારાને કર્ણાટકના બેંગાલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે. નોટિસમાં જણાવાયુ છે કે સુનિલ સથવારાના નામે અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ કંપનીઓ ચલાવવામાં આવી રહી છે. આ કંપનીઓમાં કરોડોનું ટર્નઓવર થયુ છે. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી કરાઈ હોવાની શક્યતા છે.
છેતરપિંડીનો ભોગ બનનાર યુવક અને તેનાં પરિવારજનોએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સે યુવકના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી પાન કાર્ડ બનાવીને છેતરપિંડી કરી છે. નોટિસ મળ્યા બાદ સુનિલ સથવારા તેનાં કુટુંબીજનોએ પાટણ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. આ ઉપરાંત ગૃહમંત્રી અને સાયબર ક્રાઈમને પત્ર લખી જાણ કરી છે. આ પત્રમાં યુવકે છેતરપિંડીને રોકવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
સુનીલ સથવારાએ જણાવ્યું હતું કે, હું અમદાવાદમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવુ છું. મારા ગામમાં ટપાલ દ્વારા બેંગાલુરુથી જીએસટી વિભાગની નોટિસ આવી છે. નોટિસમાં 1.96 કરોડનો ટેક્સ ભરવાનું જણાવ્યુ છે. મારા નામે અલગ અલગ રાજ્યોમાં 11 પેઢીઓ ચાલુ છે. અમે વકીલની સલાહ લઇને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.
ભોગ બનનાર યુવકના પરિવારજનોએ જણાવ્યું કે, સુનિલ અમદાવાદમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવે છે. અમે ગરીબ પરિવારના છીએ. આટલા રૂપિયા આજ દિવસ સુધી અમે જોયા નથી. અમે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. સુનિલના કાગળોનો દુરૂપયોગ કરીને કોઇએ છેતરપિંડી કરી છે. અમને કોઈ તકલીફ ના પડે એટલે અમે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. તેઓએ અમને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.