રાજ્યના 25 જિલ્લાનું ભૂગર્ભ જળ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક
કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એન્યુઅલ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી રિપોર્ટ 2024માં આ ચોંકાવનારો ખુલાસો થયો

રાજ્યના 25 જિલ્લાનું ભૂગર્ભ જળ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક

રાજ્યના 25 જિલ્લાનું ભૂગર્ભ જળ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક
ચેતી જજો, રાજ્યના 25 જિલ્લાના ભૂગર્ભ જળ તમને ગંભીર બીમારી લાવી શકે છે કારણ કે આ 25 જિલ્લાના ભૂગર્ભ જળમાં હ્રદયની બીમારી થાય તેવા તત્વો મળી આવ્યા છે. કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એન્યુઅલ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી રિપોર્ટ 2024માં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાજ્યના 25 જિલ્લાના ભૂગર્ભ જળમાં હાનિકારક રસાયણો અને કેમિકલોની હાજરી જોવા મળી છે જે તમને ગંભીર બીમારી લાવી શકે છે. આ જે જિલ્લાના ભૂગર્ભ જળમાં હાનિકારક ત્વો મળ્યા છે તેમાં વડોદરા, અમદાવાદ, કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, છોટા ઙદેપુર અને જામનગર જેવા જિલ્લાનો સમાવેશ થાય છે.
સૌથી વધુ ભૂગર્ભ જળ ખરાબ છે તેમાં રાજસ્થાનમાં 49 ટકા, દિલ્હીમાં 23 ટકા, ગુજરાતમાં 20 ટકા, કર્ણાટકમાં 14 ટકા અને આંધ્રપ્રદેશમાં 10 ટકા નો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં વધુપડતાં ઔદ્યોગિકરણના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે જ્યારે તેની સાથે ખેતીમાં વધુ પડતાં જંતુનાશકોનો ઉયોગ અને શહેરોમાં કચરાનો યોગ્ય નિકાલ થતો ના હોવાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે.
કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો છે તેમાં ગુજરાતમાં 632 સેમ્પલમાંથી 124 એટલે કે 20% ભૂગર્ભ જળમાં હાનિકારક દ્રવ્યો મળી આવ્યાં છે.હૃદય સંબંધિત બીમારીઓ નોતરી શકે તેવાં ભૂગર્ભ જળમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીનું પ્રમાણ 3000 us/cmથી વધુ હોય છે. આ ભૂગર્ભ જળમાં ક્ષારતા, વિવિધ કેમિકલનું પ્રમાણ વધી જાય છે. રાજ્યમાં 20% ભૂગર્ભ જળમાં ક્ષારતા,14% માં ફ્લોરાઇડ, 18%માં નાઇટ્રેટ, 10%માં ક્લોરાઇડ જેવાં હાનિકારક તત્ત્વો જોવા મળ્યાં છે. જે હાડકાંની બીમારી, બેભાન થવું, હૃદયની બીમારીનો સમાવેશ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.