ગુજરાત: મહિલા પોલીસકર્મીની ધારાસભ્ય પાસે આજીજી!
GRD જવાને જીગ્નેશ મેવાણી પાસે મદદ માંગી છે અને ન્યાય ન મળ્યે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી

જીગ્નેશ મેવાણી

જીગ્નેશ મેવાણી
બનાસકાંઠા જિલ્લાના વડાગામની અને દરબાર સમાજની એક દીકરી, જે પોતે પોલીસમાં GRD જવાન તરીકે ફરજ બજાવે છે, તેણે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી પાસે મદદની ભાવનાત્મક અપીલ કરી છે. આ જવાન બહેને જણાવ્યું છે કે, જો તેને ન્યાય નહીં મળે તો તે આત્મહત્યા કરી લેશે. આ ગંભીર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ડૉક્ટરે તેની જાણ બહાર તેનું ગર્ભાશય કાઢી નાખ્યું હતું, જેના કારણે તેને પારાવાર આઘાત લાગ્યો છે. પોતાના જીવનના આ અચાનક બદલાવ અને અન્યાયથી પીડાઈને, પીડિતાએ આજે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ડૉક્ટરે તેના શરીર સાથે કર્યા ચેડાં
જીગ્નેશ મેવાણી એ આ સંવેદનશીલ મુદ્દે ત્વરિત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, એક તરફ સમાજની દીકરીઓ રક્ષક તરીકે પોલીસમાં સેવા આપી રહી છે, ત્યારે તેમની સાથે આવી ગેરવર્તણૂક કે અન્યાય સહેજ પણ ચલાવી લેવાશે નહિ. વડગામ ધારાસભ્ય એ આ GRD જવાન બહેનને તાત્કાલિક મદદ અને પોલીસ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, વડા ગામની આ દીકરીની જાણ બહાર ડૉક્ટરે આ ગંભીર ઓપરેશન કરીને તેના શરીર સાથે ચેડાં કર્યા છે, જે એક મોટો ગુનો છે.
દોષિત ડૉક્ટર સામે કાયદાકીય પગલાં કરવાની માંગ
મેવાણીએ આ મામલે સરકાર અને આરોગ્ય વિભાગને સખત કાર્યવાહી કરવા અને દોષિત ડૉક્ટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. તેમણે GRD જવાન બહેનને ખાતરી આપી છે કે, જ્યાં સુધી તેને સંપૂર્ણ ન્યાય નહિ મળે, ત્યાં સુધી તેઓ તેમની લડાઈ લડશે. આ મામલાએ સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં એક સરકારી કર્મચારીને ન્યાય માટે આત્મહત્યાની ધમકી આપવી પડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?