મંત્રીની કાર પર પથ્થર પડતાં સરકાર ઉંઘમાંથી જાગી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સૂચના આપતાં સુરત પોલીસે ડમ્પરોને ડિટેઈન કરી દંડ ફટકાર્યો

AI જનરેટેડ

AI જનરેટેડ
સુરત શહેરમાં નિયમોને નેવે મૂકી બેફામ દોડતાં અને માટી-રેતી વહન કરતાં ડમ્પર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. જો કે, કોઈ નાગરિક કે વાહન ચાલકને નહી પણ આરોગ્ય મંત્રીને ડમ્પર નડતાં કાર્યવાહી શરૂ કરાઈ છે. આરોગ્ય મંત્રી લસકાણા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમની કાર ઉપર ઓવર લોડ ડમ્પરની માટી અને પથ્થર પડતાં સુરત પોલીસ સફાળી જાગી છે. આરોગ્ય મંત્રીએ સૂચના આપતાં સુરત પોલીસે 8 ડમ્પરોને જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરતના લસકાણા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જતાં ઓવરલોડ ડમ્પરની માટી અને પથ્થર તેમની કાર પર પડ્યા હતા. આ ઘટનાથી ચોંકી ઉઠેલા પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક પોતાનો કાફલો રોકીને તપાસ શરૂ કરી હતી. તેમણે જોયું કે ડમ્પર પર કોઈપણ પ્રકારની તાડપત્રી ઢાંક્યા વિના માટીની હેરફેર થઈ રહી હતી. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી.
આરોગ્ય મંત્રીએ સ્થળ પરથી કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી. મંત્રીએ પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે, આ વિસ્તારમાં માટી અને રેતી ભરીને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતા તમામ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેના પગલે લસકાણા પોલીસે ચેકિંગ હાથ ધરી નિયમોનો ભંગ કરતા 8 ડમ્પરોને જપ્ત કર્યા હતા.
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, અમે કોઈના ધંધા કે રોજગારના વિરોધી નથી. પરંતુ ધંધો કરવાની આઝાદીનો અર્થ એ નથી કે તમે જનતાના જીવ જોખમમાં મૂકો. વિકાસના કામો માટે માટી-રેતીની હેરફેર જરૂરી છે. પરંતુ તેને સંપૂર્ણ રીતે ઢાંકીને જ રસ્તા પર લાવવી જોઈએ.
આરોગ્ય મંત્રીની સૂચના બાદ સુરત શહેરમાં પ્રવેશતાં ભારે વાહનોનું ચુસ્ત ચેકિંગ કરવાનો નિર્ણય કરાયો છે. મંત્રીએ ચેતવણી આપી છે કે જો ડમ્પર ચાલકો નહીં સુધરે તો વાહનો જપ્ત કરવામાં આવશે.
ગોડાદરા વિસ્તારના યુવકનું ડમ્પરની અડફેટે મોત
ગોડાદરા વિસ્તારમાં રહેતા અને L&T કંપનીમાં ડિઝાઈનર એન્જિનિયર તરીકે નોકરી કરતા 28 વર્ષીય યુવક પર અલથાણ વિસ્તારમાં ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતા મોત નિપજ્યું છે. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક પોતાની લેન પર શાંતિથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધો હતો.
યુવક તેની બાઈક સાથે ડમ્પરના વચ્ચેના ટાયરમાં ફસાઈ ગયો હતો અને ડમ્પર તેને થોડે દૂર સુધી ઘસડી ગયું હતું. જયેશ તેના પરિવારમાં આર્થિક મદદરૂપ થવા માટે દિવસ-રાત મહેનત કરતો હતો. તેના પિતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં એક બહેન અને માતા-પિતા છે. જયેશ હજુ અપરિણિત હતો અને પરિવાર માટે તે એક મોટો આધાર હતો. તેના મૃત્યુથી હવે પરિવાર નિરાધાર થઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?