ગોંડલ: કચરામાંથી શિશુનો મૃતદેહ મળતાં ચકચાર
સિવિલ હોસ્પિટલ રોડ પર પુલના ખૂણે શિશુનો કોથળીમાં પેક મૃતદેહ મળતાં હાહાકાર

ગોંડલ: કચરામાંથી શિશુનો મૃતદેહ!!

ગોંડલ: કચરામાંથી શિશુનો મૃતદેહ!!
ગોંડલ શહેરમાં માતૃત્વને લજવતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શહેરના સ્મશાન રોડ પર પુલના ખૂણા નજીક કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળેલો એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કચરો વીણતા એક યુવાનની નજર આ કોથળી પર પડતાં તેણે આ અંગેની જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ, કોઈ દયાવિહીન અને નિષ્ઠુર માતાએ અધૂરા માસે જન્મેલા પોતાના બાળકને મૃતદેહને આ રીતે કચરાના ઢગમાં ફેંકી દીધો હોવાનું અનુમાન છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ ગોંડલના શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે માનવતાના ધોરણે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે નવજાત શિશુના મૃતદેહને વધુ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
હોસ્પિટલના તબીબે મૃતદેહની તપાસ કરતાં જણાવ્યું હતું કે આશરે સાત માસના બાળકનો ગર્ભ જણાઈ આવે છે. આ સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને બી' ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક તપાસ હાથ ધરી છે.
માતા-પિતાની શોધખોળ
બી. ડિવિઝન પોલીસે આ અમાનવીય કૃત્ય આચરનાર દયાવિહીન માતા-પિતાની સઘન શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસવા તેમજ નજીકની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં પણ તપાસ કરવાના પ્રયાસો કરી રહી છે, જેથી આ શરમજનક કૃત્યના મૂળ સુધી પહોંચી શકાય. હાલમાં, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ કૃત્ય પાછળનું કારણ શું છે અને કોણે આ પગલું ભર્યું છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?