કર્માબાઈ, જેમને ભક્ત શિરોમણી કર્માબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 17મી સદીમાં રાજસ્થાનના નાગૌર જિલ્લાના કાલવા ગામના વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણના ભક્ત હતા.
કર્માબાઈની લોકપ્રિય વાર્તા તેમના પિતાના આદેશ અને તેમની નિર્દોષ છતાં અડગ શ્રદ્ધા દર્શાવે છે. જ્યારે તેમના પિતા યાત્રા માટે બહારગામ જવા નીકળ્યા, ત્યારે તેમણે કર્માબાઈ જે લગભગ 13 વર્ષના હશે તેમને ભગવાન કૃષ્ણને ભોગ ચઢાવવાની જવાબદારી સોંપી. કર્માબાઈએ આ જવાબદારી સ્વીકારી.
પિતના ગયાના બીજા દિવસે જ કર્માબાઈએ સવારે ઉઠતા જ ચૂલા પર ચોખા અને દાળની ખીચડી બનાવવા મૂકી. અને તેને ભગવાન જગન્નાથની મૂર્તિ સમક્ષ તે ખીચડી મૂકી. જ્યારે મૂર્તિ ખીચડી ખાતી ન હતી, ત્યારે તેણીએ પણ પોતે ખાવાનો ઈનકાર કર્યો હતો, ભગવાન તેના પ્રસાદને સ્વીકારે તેની શ્રદ્ધાપૂર્વક રાહ જોતી હતી.
કર્માબાઈ 3 દિવસ સુધી ભોજનનો ત્યાગ કરીને બેસી રહ્યા પરંતુ ભગવાનને જમાડવાની જીદ્દના છોડી. ભગવાન કર્માબાઈના ભોળપણ પર પ્રશન્ન થયા અને પ્રગટ થઈને ખીચડી ખાધી. ત્યારબાદ તો કર્માબાઈનો એ નિયમ થઈ ગયો. સવારે ઊઠીને પહેલાં જ ખીચડી બનાવે. ભગવાનને જમાડીને જ નિત્યક્રમ કરે. એકવાર એક સંતે જોયું કે, કર્માબાઈ સૂરજ માથે ચડ્યોને નદીએ સ્નાન કરવા જાય છે. ત્યારે કીધું કર્મા આ કાર્ય તો સવારે ઊઠતા જ કરવું જોઈએ. કેમ હેવે?
કર્માએ જણાવ્યું કે, એતો સવારમાં ભગવાનના ભોગમાં મોડું થઈ જાય છે. ત્યારે સંતે કહ્યું કે, સવારે સ્નાન વગેરે કરી શુદ્ધતાનું ધ્યાન રાખીને ભોગ બનાવો જોઈએ. કર્માબાઈએ તેની યાજ્ઞાનું માન રાખીને બીજી દિવસે સ્નાન આદિ કરીને પછી ભોગ બનાવ્યો. ભોગ બનાવવામાં મોડું થયું અને ભગવાને ફટાફટ આવી ખીચડી ખાવા માંડી.
ત્યાં બીજી બાજુ મંદિરના દરવાજા ખુલવાનો સમય થઈ ગયો અને ભગવાનના મુખ પર ખીચડી વળગેલી જોઈને પૂજારીને થયું કે, ભગવાનના ક્યાંથી ખીચડી ખાઈને આવ્યા. તેમણે ભગવાને પૂછ્યુ્ં મંદિર બંધ હતું તે સમયે તમે ક્યાં ગયા હતા? ત્યારે ભગવાને બધી વાત કહી અને કહ્યું કે, એ સંતને કહો કે, કર્માબાઈને જઈને કહે કે, તે જેમ ખીચડી બનાવતા હતા તેમજ બનાવે. હું કર્માબાઈના ભાવથી પ્રસન્ન છું. સંતે કર્માબાઈને કહ્યું કે, ભગવાન તું જેમ પહેલા ખીચડી બનાવતી હતી તેમજ બનાવ. ભગવાન તારા ભાવથી જ ખુશ છે.
જગન્નાથ પુરીમાં કર્માબાઈનું મંદિર, જે કર્માબાઈ કા મંદિર તરીકે ઓળખાય છે, અને તેમની ખીચડી હજુ પણ ભગવાન જગન્નાથને ભોગ તરીકે આજે પણ ચઢાવવામાં આવે છે.